ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર - independence day celebration

ગત્ત વર્ષે પણ કોરોના મહામારીને કારણે 15મી ઓગસ્ટનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ જાહેર જનતાની હાજરી વિના માત્ર આમંત્રિત મહેમાનોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન મુજબ જૂનાગઢમાં રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

15મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ

By

Published : Aug 10, 2021, 7:31 PM IST

  • રાજયમાં 15 ઓગસ્ટનો રાજયકક્ષાનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે
  • CM વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને DGP આશિષ ભાટિયા જૂનાગઢમાં રહેશે હાજર
  • નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ પંચમહાલ અને વિધાનસભા અધ્યક્ષ વલસાડ ખાતે કરશે ધ્વજવંદન

ગાંધીનગર: રાજ્યમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં ઉજવવણી કરવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના પોલીસ એકેડેમીમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ કાર્યક્રમ ગત વર્ષની જેમ કોવિડ ગાઈડલાઇન્સ અને ગણતરીના મહેમાનોની હાજરીમાં કરવામાં આવશે. રાજ્યકક્ષાના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, DGP આશિષ ભાટિયા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ પણ જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે.

પ્રધાન જિલ્લો
મુખ્યપ્રધાન વિજય રૂપાણી જુનાગઢ
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પંચમહાલ
  • કેબિનેટ કક્ષાના પ્રધાનો
આર.સી.ફળદુ કચ્છ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરત
કૌશિક પટેલ સાબરકાંઠા
સૌરભ પટેલ રાજકોટ
ગણપતસિંહ વસાવા દાહોદ
જયેશ રાદડિયા ભાવનગર
દિલીપકુમાર ઠાકોર ભરૂચ
ઈશ્વર પરમાર ગાંધીનગર
કુંવરજી બાવળિયા મહેસાણા
જવાહર ચાવડા જામનગર
  • રાજયકક્ષાના પ્રધાનો
પ્રદિપસિંહ જાડેજા વડોદરા
બચુભાઈ ખાબડ ખેડા
જયદ્રથસિંહજી પરમાર સુરેન્દ્રનગર
ઈશ્વરસિંહ પટેલ અમરેલી
વાસણ આહિર બનાસકાંઠા
વિભાવરી દવે અમદાવાદ
રમણલાલ પાટકર નવસારી
કિશોર કાનાણી છોટાઉદેપુર
યોગેશ પટેલ આણંદ
ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી

જિલ્લા કલેક્ટરના હસ્તે કરાશે ધ્વજવંદન

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહીસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહનું આયોજન રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી

કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે યોજાશે કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ પણ કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોરોના ગાઈડલાઈન્સના નિયમોને ધ્યાનમાં લઈને ઉજવણી કરવામાં આવી હતી. હવે આ વર્ષે પણ કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે જ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે 150 જેટલા જ આંમત્રિતો ઉપસ્થિત રહેશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details