રાજ્યના આરોગ્ય વિભાગનો WHO સાથે વેબીનાર યોજાયો, કોરોનામાં લીધેલા પગલાં વિશે કરાઈ જાણ - Corona
રાજ્યમાં કોરોના કાર્ડ દરમિયાન રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ તમામ કાર્યો અંગે આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે વેબીનાર યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કોરોના કાળ દરમિયાનના તમામ કાર્યો અને કોરોનાને નાથવા માટેના તમામ પગલાંઓ વિશેની જાણકારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવી હતી.
ગાંધીનગર : આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે અને કોરોના પેશન્ટ માટે કઈ રીતની સુવિધાઓ આપવામાં આવે છે, હોસ્પિટલ કેવી છે, સાથે જ આરોગ્ય વિભાગની ટીમ કઈ રીતે કાર્ય કરી શકે છે તે તમામ વિગતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને આપવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં થયેલા ટેસ્ટિંગમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ અમદાવાદ સુરત બરોડા અને નવસારી જેવા શહેરોમાં જે રીતના કોરોના વધી રહ્યો હતો તે દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. ધનવંતરી રથ સિટી સર્વે કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,78,629 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે હવે રોજના 50 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે છેલ્લાં દસ દિવસની સરેરાશ ગણીએ તો પોઝિટિવ કેસ 3.5 ટકા જ રહ્યો છે.