- રાજ્યમાં કોરોના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા
- 14 દર્દીઓ કોરોનાને માત આપી
- અમદાવાદમાં 10, વડોદરા 2, સુરતમાં 8 અને ગાંધીનગરમાં 1 કેસ
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા. જે બાદ હવે જૂન- જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર માસની 2 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, વડોદરા અને સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી ફક્ત 4 જેવા કે વલસાડ, જામનગર, ભાવનગર અને સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. 2 દર્દીને રજા આપવામાં આવી છે.