- રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
- છેલ્લા 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં કુલ 1 લોકોને કોરોના થી મોત થયા
- છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓ આપવામાં આવી રજા
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર યથાવત હતો પરંતુ દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવ્યા હતા. જેને લઇને રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 મોત નિપજ્યું છે. જ્યારે 8 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો
રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.70 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી પણ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,59,928 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.