- વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ
- વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
- NDRF ની ટીમોને સ્ટેન્ડબાય રખાઈ
ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) ના રાહત કમિશ્નર (Relief Commissioner) અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશ્નરે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 6થી બપોરના 2 સુધી રાજ્યમાં 17 જિલ્લાના 61 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં 19 mm વરસાદ પડ્યો છે. રાજ્યમાં તારીખ 27 સુધીમાં કુલ 286.81 mm વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 mm ની સરખામણીએ 34.14 ટકા છે. હવામાન ખાતાની આગાહી (Meteorological Department Forecast) મુજબ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.
અંદાજીત 64.85 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું
IMDના અઘિકારીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થયો છે. આગામી દિવસોમાં રાજયમાં વલસાડ જિલ્લામાં ભારે અને અન્ય જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. કૃષિ વિભાગ (Department of Agriculture) ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે તારીખ 26 જુલાઇ 2021 સુધીમાં અંદાજીત 64.85 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 64.28 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.80 ટકા વાવેતર થયું છે.
આ પણ વાંચો : સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 15 વૃક્ષો ધરાશાહી