- નાણા પ્રધાન સહિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
- MSME ઉદ્યોગો માટેની ગાઈડલાઈન્સ-યોજનાઓના સંકલન સાથેના કોમ્પોડિયમનું વિમોચન
- મહામારીને પગલે નાના ઉદ્યોગો, ધંધા વ્યવસાયિકોને આર્થિક માર પડ્યો
ગાંધીનગર: આજે ગાંધીનગર (Gandhinagar)માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતા હેઠળ અગ્રણી બેન્ક્સ (Bankers) સાથે રિવ્યૂ બેઠક (Review Meeting) યોજાઈ હતી. MSME (Micro, Small & Medium Enterprises) સેક્ટરના બેન્ક્સ સાથેના પ્રશ્નો-લોન-ધિરાણ વિષયો અંગે સામુહિક ચિંતન-મનનનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બેઠક દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (Small, medium and large enterprises), MSME સેક્ટર અને બેન્ક્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.
ઉદ્યોગો અને બેન્કો વચ્ચે તાલમેલ જરૂરી
તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને બેન્ક (Industries and bank) બંને સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે જરૂરી છે. મુખ્યપ્રધાન રાજ્યના MSME કમિશ્નરેટ અને નાણા વિભાગ આયોજિત અગ્રણી બેન્ક્સ સાથેની MSME સેક્ટરના પ્રશ્નો-સમસ્યાઓ લોન-ધિરાણ અંગેની સમીક્ષા બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.