- પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠક યોજાઇ
- સ્થળાંતરિતોના બાળકોને વિવિધ સુવિધાઓ સત્વરે પુરી પડાશે
- 2014 પહેલા પાકિસ્તાનથી આવેલા નાગરિકોના પાસપોર્ટ રીન્યુઅલ માટે યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત
ગાંધીનગર :પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. જેને લઈને રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આવા સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો- હિજરત કરતા લોકોની સહાયમાં આવ્યા નીતિન પટેલ, બસ સેવાની વ્યવસ્થા કરાઈ
નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો
લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાનથી આવેલ હિન્દુઓને તકલીફ નહિ પડે
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા યોજાઈ હતી.
આ 6 લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો
આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે. આ કાયદાએ તેમને નવું જીવન આપ્યુ છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને 31મી ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા આ 6 લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે.