ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે પીયૂસીના ભાવમાં વધારો કર્યો, 10 થી 40 રૂપિયાનો કરાયો વધારો

કોરોના લૉકડાઉનમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ રહી હતી અને સૌકોઇને નાનુંમોટું આર્થિક ભારણ પડ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે ક્રમશઃ દરેક બાબતે ભાવ વધારો સામે આવી રહ્યો છે. તેનાથી અંતે તો વપરાશકર્તા એવા સામાન્ય વર્ગના લોકોને જ આર્થિક માર વધી રહ્યો છે. કટકે કટકે નાની નાની રકમ તેના ખિસ્સામાંથી સરકીને આખરે ચીંથરેહાલ અનુભૂતિ કરાવી જાય તેવી સ્થિતિ બની રહી છે. પીયુસી સર્ટિફિકેટમાં ધરખમ ભાવવધારો કરોડો વાહન ચાલકોમાંથી લાખોને ભારે અસર કરી શકે તેમ છે.

રાજ્ય સરકારે પીયૂસીના ભાવમાં વધારો કર્યો, 10 થી 40 રૂપિયાનો કરાયો વધારો
રાજ્ય સરકારે પીયૂસીના ભાવમાં વધારો કર્યો, 10 થી 40 રૂપિયાનો કરાયો વધારો

By

Published : Aug 21, 2020, 5:55 PM IST

ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉન દરમિયાન સરકારને કરોડો રૂપિયાનો આર્થિક નુકસાન થયું છે. ત્યારે પેટ્રોલનો ભાવ વધારા કર્યા બાદ હવે રાજ્ય સરકારે વાહનોના પીયુસી સર્ટીફિકેટના ભાવમાં વધારો કર્યો છે. જેમાં દસ રૂપિયાથી ૪૦ રૂપિયા સુધીનો વધારો વિવિધ કેટેગરીના વાહનોમાં કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે પીયૂસીના ભાવમાં વધારો કર્યો
રાજ્ય સરકારે આજે સત્તાવાર રીતે પીયુસીના સર્ટિફિકેટના દરમાં વધારો કર્યો છે. અલગ અલગ પ્રકારના વાહનોમાં રૂપિયા ૧૦ થી ૪૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.ક્યાં કેટલો વધારો લાગુ કરવામાં આવ્યો..ટુ વ્હીલર્સ 20 થી 30 રુપિયા વધાર્યાંથ્રી વ્હીલર્સ 25 રૂપિયાથી 60 રૂપિયા કરવામાં આવ્યાંફોર વ્હીલર્સના 50 રૂપિયાના 80 રૂપિયા કર્યાંભારે વાહનોના પીયુસી 60થી વધારીને 100 રૂપિયા કરવામાં આવ્યાંરાજ્ય સરકારે પેટ્રોલના દરમાં વધારો કર્યા બાદ બે મહિનાની અંદર જ પીયુસીના દરમાં પણ વધારો કર્યો છે જેથી રાજ્યના કરોડો વાહનચાલકો ઉપર આર્થિક રીતે વધારાનો બીજો આવી પડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details