ગુજરાત

gujarat

ETV Bharat / city

9.61 લાખ કર્મચારીઓને ચૂકવશે બાકીનું એરિયર્સ, સરકારને પડશે 464 કરોડનો બોજો - Deputy Chief Minister Nitin Patel

કેન્દ્ર સરકારે જાહેર કરેલા વર્ષ 2019માં મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019નું બાકી એરિયર્સ (Arrears )હવે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની તિજોરી પર 464 કરોડનો વધારાનો બોજો પડશે.

એરિયર્સ ચૂકવવાનો કર્યો નિર્ણય
એરિયર્સ ચૂકવવાનો કર્યો નિર્ણય

By

Published : Jul 30, 2021, 6:07 PM IST

  • રાજ્ય સરકારે અધિકારી, કર્મચારી, પેન્શનરો માટે કર્યો નિર્ણય
  • રાજ્ય સરકારના 9.61થી વધુ અધિકારી, કર્મચારી, પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ અપાશે
  • રાજ્ય સરકારને રૂપિયા 464 કરોડનો વધારાનો ખર્ચ થશે

ગાંધીનગર : વર્ષ 2019માં કેન્દ્ર સરકારે જાહેર કરેલા મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વર્ષ 2019નું બાકી એરિયર્સ (Arrears )હવે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના 9.61 લાખથી વધુ અધિકારી, કર્મચારી અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકારની તિજોરી પર 464 કરોડનો વધારાનો બોજો પડશે.

રાજ્ય સરકારે 9.61 લાખ કર્મચારીઓને બાકી એરિયર્સ ચૂકવવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો- પેન્શનરો હયાતીની ખરાઈ ઓનલાઈન કરાવી શકશે

5 ટકા મોંઘવારી ભથ્થું જાહેર

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Deputy Chief Minister Nitin Patel) જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના 09 લાખ 61 હજારથી વધુ અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી 2020થી દર મહિને પગાર સાથે ચૂકવવામાં આવી રહ્યું છે. 1 જુલાઈ 2019થી 31ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારી તથા પેન્શનરોને ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

3 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી

નીતિન પટેલે(Deputy Chief Minister Nitin Patel) વધુમાં જણાવ્યું હતું કે, જૂલાઈ 2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર 2019થી ડિસેમ્બર 2019 સુધીના 3 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી. તે એરિયર્સ(Arrears )ની રકમ ઓગસ્ટ મહિનાના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. અધિકારી, કર્મચારી, પેન્શનરોને રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 9.61 લાખ કર્મચારીઓને બાકી એરિયર્સ ચૂકવવાનો કર્યો નિર્ણય

ઓગસ્ટ મહિનાના પગારમાં પણ એરિયર્સની ચુકવણી

સાતમાં પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારી, કર્મચારી, પેન્શનરોને ઓક્ટોબર 2019થી ડિસેમ્બર 2019 સુધી એમ 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરિયર્સની રકમ ઓગસ્ટ મહિનાના પગારની સાથે ચૂકવાશે.

આ પણ વાંચો- ગાંધીનગરમાં બોર્ડ નિગમ મંડળના સ્નેહમિલનમાં એરિયર્સ મુદ્દે પુર્ન સરકારને ઘેરવાની રણનીતિ

કેટલા રૂપિયાનું ભારણ

આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ 464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ 511,129 જેટલા કર્મચારી તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details