ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી - મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઈ

રાજ્યમાં કોરોનાના કેસ બાદ 50 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસની બીમારી થવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં 1200 જેટલા એક્ટિવ કેસ સામે આવ્યા છે ત્યારે આજે ગુરૂવારે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ મ્યુકોરમાઇકોસિસને મહામારી તરીકે જાહેર કરી છે.

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી

By

Published : May 20, 2021, 9:09 PM IST

Updated : May 21, 2021, 10:28 AM IST

  • રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
  • મ્યુકોરમાઇકોસિસ બીમારીને મહામારી જાહેર કરી
  • કેન્દ્ર સરકારે આપી હતી તમામ રાજ્યોને સૂચના
  • કોર કમિટીમાં લેવાયો નિર્ણય
  • કોર કમિટીમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મ્યુકોરમાઇકોસિસની બીમારીને મહામારી જાહેર કરી છે. આ બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશેષ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ-1897 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના

કઈ ગાઈડલાઇન્સનું કરવું પડશે પાલન

આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ, ડાયગ્નોસિસ તથા ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

Last Updated : May 21, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details