- રાજ્ય સરકારે આપી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની પરવાનગી
- હવે મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે નવરાત્રી મુદ્દે
- મોટા પાર્ટી પ્લોટમાં નહિ યોજવામાં આવે નવરાત્રી
ગાંધીનગર : રાજ્યમાં તહેવારોની સિઝન હવે શરૂ થઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે હવે મોટો પ્રશ્ન થઇ રહ્યો છે કે, નવરાત્રિમાં ગરબા યોજાશે કે નહીં યોજાય ? ત્યારે રાજ્યના અગ્રણી શહેરોમાં મોટા આયોજકોએ ગરબા નહી યોજવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર શેરીગરબા માટે પરવાનગી આપે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.
આ પણ વાંચો- સરકારના નિયમ પ્રમાણે ફક્ત 2 જ ગાડીઓ રથયાત્રામાં જોડેશે
ગયા વર્ષે સરકારે પરવાનગી આપી ન હતી
ગયા વર્ષની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ અને નવરાત્રિની પરવાનગી આપી ન હતી, જ્યારે આ વર્ષે એટલે કે 24 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ એક વાગ્યાથી અમલી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મંદિર પરિષદમાં એકસાથે 200 લોકો દર્શન કરી શકે તે માટેની પરવાનગી
ઉપરાંત મંદિર પરિષરમાં એકસાથે 200 લોકો દર્શન કરી શકે તે માટેની પરવાનગી આપી છે અને ગણેશ મહોત્સવમાં પણ ચાર ફૂટથી મોટી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ ગણેશ સ્થાપના અને વિસર્જન માટે વધુમાં વધુ લોકોની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આ તમામ ઘટનાને જોતા રાજ્ય સરકાર શેરી ગરબાને પણ મંજૂરી આપે તેવું સુત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.