ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા

રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને અસર કરે તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુક્સાન ન થાય તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા વહીવટી તંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.

તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા
તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા

By

Published : May 14, 2021, 10:32 PM IST

  • 17 મેના રોજ તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના
  • મુખ્યપ્રધાન રૂપાણીએ વહીવટી તંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી
  • સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરોની તૈયારીઓ અંગે કરી સમીક્ષા


ગાંધીનગર: ગુજરાત રાજ્ય એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજ્યના દરિયાકાંઠે કુદરતી આપત્તિ સર્જાવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઈને શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને હવામાન વિભાગની ખાસ બેઠક મળી હતી. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડું આગામી 17 મે ના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે.

તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા

આ પણ વાંચો:એ ગરોળી જેના પરથી વાવાઝોડાને તૌકતે નામ મળ્યું…

અરબી સમુદ્રમાં ડિપ્રેશન

રાજ્ય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 'તૌકતે'ના અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 15 મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે. તો હાલના અનુમાન મુજબ 140થી 150 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાનું અનુમાન IMDBએ લગાવ્યું છે. એટલું જ નહી, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતી કાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પહોંચાડીને માછીમારો પરત આવે ત્યાં સુધીનું ફોલોઅપ લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:જાણો, કેવી રીતે નક્કી કરવામાં આવે છે વાવાઝોડાના નામ

દરિયાકિનારે રહેતા લોકોને સ્થળાંતર કરવાનું આગોતરું આયોજન

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરિયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રયસ્થાનોની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ આગોતરી સુનિશ્વિત કરવા માટે શુક્રવારે સાંજે 4.30 કલાકે મુખ્ય સચિવ અનીલ મુકીમની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details