ગુજરાત

gujarat

ETV Bharat / city

પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો - ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે.એમ વ્યાસને પદ્મશ્રી એવોર્ડ (Padma Shri JM Vyas ) આપવાની જાહેરાત થઈ છે, ત્યારે જે.એમ વ્યાસે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જુનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી માટેનું જે સફર હતુ તે ખૂબ જ કઠિન રહ્યુ છે..

પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો
પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

By

Published : Jan 26, 2022, 4:26 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતના સાત વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે, જે પૈકી એક ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSI)ના વાઇસ ચાન્સેલર જે.એમ વ્યાસનો પણ સમાવેશ થાય છે, ત્યારે પદ્મશ્રી (Padma Shri JM Vyas) એવોર્ડની જાહેરાત બાદ જે.એમ વ્યાસે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જુનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી માટેનું જે સફર હતુ તે ખૂબ જ કઠિન રહ્યુ છે..

પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

આ પણ વાંચો:PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચી PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ક્યારેય આશા ન હતી કે મને પદ્મશ્રી મળશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (Vice chancellor of NFSU)જયંત વ્યાસે ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ક્યારેય પણ આશા ન હતી કે મને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થશે. 1973માં ગુજરાતના રાજ્યપાલ દ્વારા ગાંધીનગરમાં પ્રથમ ફોરેન્સિક લેબોરેટરી (Gandhinagar forensic laboratory)ની સ્થાપના કરવામાં આવી જેમાં હું ટેક્નિસિયન તરીકે કાર્યરત હતો, જ્યારે આજે હું નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યો છું, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ દેશના પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ આજે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીમાં ભણીને આવનારા સમયની સાથે તાલમેલ કરી રહ્યા છે.

પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

આ પણ વાંચો:CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

DNA બિલ રજૂ થશે પાર્લામેન્ટમાં

રાજ્યસભા લોકસભા સાંસદમાં DNA બિલ (what is DNA bill)બાબતે વાઇસ ચાન્સેલર જયંત વ્યાસે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હત્યા, લૂંટ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ બાબતે સચોટ તપાસ થઈ શકે અને આ તપાસમાં ડી.એન.એ ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે આ બાબતે ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભા અને લોકસભામાં બિલ રજુ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details