- રાજ્યમાં ધોરણ-10 બોર્ડ રિપીટરનું પરિણામ જાહેર થયો
- સવારે 8 કલાકે જાહેર કરવામાં આવ્યો પરિણામ
- વિદ્યાર્થીઓ સીટ નંબર નાખીને જોઈ શકશે પરિણામ
ગાંધીનગર : વૈશ્વિક કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, જ્યારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા માટે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ કટિબદ્ધ હતું. કોરોનાની બીજી લહેર શાંત થઈ હતી, ત્યારે ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાઇ હતી. જેનું પરિણામ આજે સવારે 8 ક્લાકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યો છે.જેમાં કન્યાનું પરિણામ 12.75 ટકા તો કુમારનું પરિણામ 8.77 ટકા છે.
આ પણ વાંચો-ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
15 જુલાઈથી શરૂ થઈ હતી પરીક્ષા
ધોરણ-10 અને 12માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ-10 અને 12 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો કાર્યક્રમ રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કર્યો હતો. જેમાં 15થી 26 જુલાઈ સુધી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.