- સેક્ટર 15 પર આપવામાં આવ્યાં મતગણતરીના કેન્દ્રો
- મતગણતરીમાં જોડાનાર કર્મચારીઓને અપાશે આજે ટ્રેનિંગ
- સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સજ્જડ બંધ
ગાંધીનગરઃ આજે સવારે 9 કલાકથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gandhinagar Election Results) હાથ ધરવામાં આવી છે. 5 કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. જે માટે અત્યારથી જ સરકારી સ્ટાફને ગણતરી માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમને સાંજ સુધીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેથી 5 કેન્દ્રો પરથી 11 વોર્ડ અને 44 બેઠકોનું પિક્ચર ક્લિયર થઈ જશે. કઈ પાર્ટી મેદાન મારશે તેનું રીઝલ્ટ બપોરે 1 કલાક સુધીમાં જાણવા મળશે.
ત્રિપાંખીયો જંગ હોવાથી રસાકસી
ગાંધીનગર પાટનગરની ચૂંટણી આ વર્ષે ચર્ચાસ્પદ રહી હતી કેમ કે પહેલી વાર આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું પણ ક્ષેત્ર છે ત્યારે સૌ કોઈની નજર ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણીના રીઝલ્ટ (Gandhinagar Election Results) પર છે. જોકે ત્રણ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીનું રીઝલ્ટ આવતીકાલે પાંચ ઓક્ટોબરના રોજ આવશે. સવારે 8:30 કલાકે બેલેટ પેપર ચકાસ્યા બાદ સવારે 9:00 કલાકથી ઇવીએમની મતગણતરી હાથ ધરવામાં આવશે. સેક્ટર 15માં જ 5 કેન્દ્ર પરથી મત ગણતરી શરૂ થશે. જો કે અત્યારે તમામ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સીલ કરવામાં આવ્યાં છે.
આ પાંચ કેન્દ્ર પરથી મતગણતરી શરૂ થશે, જેમાં EVMની સંખ્યા અને આ છે તૈયારીઓ
વોર્ડ નંબર 1 અને 2
સ્થળ : ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર 15
EVM : 40થી વધુ
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 70થી 80
વોર્ડ નંબર 3 અને 4
સ્થળ : આઈઆઈટીઇ, સેક્ટર 15
EVM : 48
મતગતરીમાં જોડાનાર સ્ટાફ : 50થી વધુ