ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2020, 10:59 PM IST

ETV Bharat / city

કોરોનાના કારણે રાજ્યસભાએ 6 દિવસમાં 2 સાંસદ ગુમાવ્યા, છ મહિનામાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે

ગુજરાતના રાજ્યસભાની કુલ બેઠકોમાંથી છેલ્લા 6 દિવસની અંદર 2 બેઠકો ખાલી થઈ છે. 25 નવેમ્બરે કોંગ્રેસના ચાણક્ય ગણાતા એવા અને ગુજરાતના રાજ્યસભાની બેઠક પરથી રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું કોરોના સંક્રમણથી નિધન થયું હતું ત્યારે આજે ભાજપના રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજનું પણ કોરોનાને કારણે નિધન થયું છે ત્યારે હવે ગુજરાત રાજ્ય સભાની કુલ બેઠકો ખાલી થઈ છે.

કોરોનાના કારણે રાજ્યસભાએ 6 દિવસમાં 2 સાંસદ ગુમાવ્યા, છ મહિનામાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે
કોરોનાના કારણે રાજ્યસભાએ 6 દિવસમાં 2 સાંસદ ગુમાવ્યા, છ મહિનામાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે

  • રાજ્યના 2 સાંસદ સભ્યનું કોરોનાથી નિધન
  • કોંગ્રેસ અને ભાજપના એક એક સભ્યનું નિધન
  • રાજ્યસભાની 2 બેઠક ખાલી થઈ
  • અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું કોરોનાથી નિધન

ગાંધીનગરઃ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ અને ભાજપના રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે ત્યારે ગુજરાત રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે, જેને ધ્યાનમાં લઈને રાજ્યસભાની ચૂંટણી ફરીથી યોજવામાં આવશે. આ સાથે જ જો મહત્ત્વની વાત કરવામાં આવે તો આ બંને પક્ષના એક એક સભ્યનું સંક્રમણના કારણે મોત નીપજ્યું છે ત્યારે વધુ બેઠકો એટલે કે સૌથી વધુ બેઠકો કોઈ પક્ષ લઈ જશે તે બીજો વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર ભાજપનો 111 સંખ્યાબળ છે, જેને ધ્યાનમાં લઈને બંને બેઠકો ભાજપ પક્ષ લઈ જાય તેવી પણ ચર્ચા હવે સામે આવી રહી છે.

બંને સાંસદ સભ્યો થયા હતા કોરોના સંક્રમિત
ભાજપને કોંગ્રેસના બંને રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલ અને અભય ભારદ્વાજ બંને કોરોના સંક્રમિત થયા હતા. છેલ્લા બે મહિનાથી બંનેની સારવાર ચાલી રહી હતી, જે પૈકી એમ જ પટેલની નોઈડા ખાતે અને અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે કોરોનાની સારવાર ચાલી રહી હતી, પરંતુ અંતે બંને રાજ્ય સભાના સાંસદ છ દિવસની અંદર જ નિધન થયું છે.

6 મહિનાની અંદર યોજવામાં આવશે ચૂંટણી
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જે રીતે રાજ્યસભાની બેઠકો ખાલી થઈ છે તેને ધ્યાનમાં લઈને આવનારા છ મહિનાની અંદર જ વિધાનસભાની અંદર રાજ્યસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે ત્યારે કયા પક્ષ કેટલી બેઠકો લઈ જશે તે જોવું રહ્યું?

ABOUT THE AUTHOR

...view details