ગુજરાત

gujarat

ETV Bharat / city

માર્ચ મહિનામાં રદ થયેલી રાજ્યસભાની ચૂંટણી હવે 19 જૂને યોજાશે - રાજ્યસભા ચૂંટણી

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 25 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમગ્ર દેશમાં લૉકડાઉન પૂર્ણ થયું છે અને અનલોક-1ની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ દિવસે જ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી બાબતની તારીખ જાહેર કરી છે.

રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી

By

Published : Jun 1, 2020, 7:35 PM IST

ગાંધીનગર : માર્ચ મહિનાની 25 તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી કોરોના વાઇરસની મહામારીના કારણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આજે ફરીથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો 17 રાજ્યની 55 જેટલી રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે ગુજરાતની 4 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે.

માર્ચ મહિનામાં રદ થયેલ રાજ્યસભાની ચૂંટણી હવે 19 જૂને યોજાશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સભાની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા કુલ 5 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. પરંતુ ત્રણ બેઠક હોવાના કારણે ગુજરાતમાં ફરીથી રાજ્યસભાની ચૂંટણીનો માહોલ કંઈક અલગ જોવા મળશે.આમ હવે 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠક મળશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details