ગુજરાત

gujarat

By

Published : May 28, 2022, 9:33 PM IST

ETV Bharat / city

સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદીએ ગુજરાતના સહકારિતાના કામની પ્રશંસા કરી અને ખેડૂતોનું હિત મારે મન આગવું છે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં(Mahatma Temple in Gandhinagar) ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સહકારી મોડલની ખૂબ પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોએ હવે આત્મનિર્ભર(Self Reliant in Rural Areas) બનવા માટે પહેલ કરવી પડશે. ખેડૂતોને સરકાર આ વર્ષે બે લાખ કરોડની સબસીડી આપશે, તેમ કહીને ખેડૂતોને ખૂશ કરી દીધા હતા.

સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદીએ ગુજરાતના સહકારિતાના કામની પ્રશંસા કરી અને ખેડૂતોનું હિત મારે મન આગવું છે
સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદીએ ગુજરાતના સહકારિતાના કામની પ્રશંસા કરી અને ખેડૂતોનું હિત મારે મન આગવું છે

ગાંધીનગર: સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત(Mahatma Temple in Gandhinagar) રાજ્યની સહકારી સંસ્થાઓના આગેવાનો અને સભ્યોની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ(Program Sahakarthi Samrudhi) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સેવા બજાવી રહ્યો હતો, ત્યારે લોકો મારી સામે ફરિયાદ લઈને આવતા હતા અને એજ ફરિયાદ કેન્દ્ર સરકારમાં કરતો હતો. પરંતુ કોઇ તસ્દી લેવામાં આવતી ન હતી. હવે આજે હું જે સહકારી કાર્યક્રમમાં ગાંધીનગર આવ્યો છું. આ દરમિયાન આ જ લોકો રિપોર્ટ કાર્ડ લઈને આવ્યા છે.

સહકાર ક્ષેત્રે સબકા પ્રયાસની પીએમની માંગ -ભાજપ પક્ષના સુત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આ જ શબ્દમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમમાં વધુ આગળ વધવા માટે લોકોનો પ્રયાસ પણ ખુબ જરૂરી છે ત્યારે સબકા પ્રયાસ નામનો શબ્દ પણ આ સૂત્ર માં એડ કર્યો હતો જ્યારે વર્ષ 2014 પહેલાં કેન્દ્ર સરકારમાં અશોક આરતી સહકારની યાત્રા હતી. પરંતુ વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી ત્યારથી નજર ગુજરાતમાં સહકારથી આજની યાત્રા ગુજરાત સહિત સમગ્ર દેશમાં શરૂ થઈ છે અને આ યાત્રા પર આત્મવિશ્વાસ સાથે ચાલીએ અને ગુજરાતની કોર્પોરેટર સંસ્થાનો(Corporate Institutions of Gujarat) વિકાસ થાય એવું સંબોધન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ પણ વાંચો:PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા

દેશના ખેડૂતોએ ગાંધીનગરથી જોડાયા સમૃદ્ધિના કાર્યક્રમમાં - આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે, આજે દેશના તમામ રાજ્યના ખેડૂતો ગાંધીનગરના મહાત્મા મંદીર સાથે જોડાયેલા છે. જ્યારે આત્મનિર્ભર ભારત માટે ગ્રામ્ય વિસ્તારને આત્મનિર્ભર થવું જરૂરી છે. જ્યારે આગામી દિવસોમાં ગુજરાતના 6 ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે અને આજે સમગ્ર દેશમાં ગુજરાતમાં સહકારની કામગીરી એટલી વધી છે કે તમામ ક્ષેત્રે સહકારી ક્ષેત્રમાં તમામ સંસ્થાઓ આગળ વધી રહી છે. જ્યારે ગુજરાતમાં દર વર્ષે 6 લાખ કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધના ઉત્પાદનથી જ અમુલ બ્રાન્ડ છે. તે આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. જ્યારે લિજ્જત પાપડ નામની સંસ્થા પણ સહકારની મદદથી જ બ્રાન્ડ બની છે.

અનેક રજુઆત પણ ના સંભળાઈ, પીએમ મોદીએ કર્યું નવું આહવાન : અમિત શાહ - કેન્દ્રીય અને સહકાર પ્રધાન અમિત શાહે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે, આજે એક જ ઉપરથી બે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં એક સહકારથી સમૃદ્ધિ અને બીજુ નેનો પ્લાન્ટનું લોકાર્પણ જ્યારે ક્ષેત્રમાં એક નવી મંત્રાલય બનાવવાની વાત થતી. અનેક વખત રજુઆત હતી તેમ છતાં પણ કોઈ સાંભળતું ન હતું ત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ નવી સહકાર મંત્રાલય બનાવવામાં આવી છે. જ્યારે હવે આવનારા સમયમાં કૃષિ બાબતનું ઉત્પાદનનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય. તે માટે અમૂલ દ્વારા સૌપ્રથમ ગાંધીનગરમાં એક લેબોરેટરી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર વાત અલગ અલગ જિલ્લામાં આવી લેબોરેટરી તૈયાર કરવામાં આવશે. જ્યારે દેશમાં મલ્ટી કોલેટી સોસાયટી એકટમાં પણ સુધારો વધારો કરવામાં આવશે. આ બાબતે લોકો જોડે સૂચનો પણ મંગાવી આપવા જઈ રહ્યા છીએ. સહકારી ક્ષેત્રની બેંકોને RBIનો માર્ગદર્શિકા(RBI Guidelines) પણ લાવી દેવામાં આવી હોવાની વાત પણ કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમીત શાહએ કરી હતી.

આ પણ વાંચો: ભારતના નિર્માણ માટે દેશના ગામડાંઓ આત્મનિર્ભર થાય એ ખૂબ જરૂરી છે: વડાપ્રધાન મોદી

ગુજરાત સહકારી મંડળ:

  1. 1899માં બરોડામાં અન્ય સહકારી મંડળીની સ્થાપના થઈ હતી
  2. 1994માં પ્રથમ સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી હતી
  3. અમદાવાદના દસકોઈ તાલુકાના વિસલપુર સહકારી મંડળી પ્રથમ મંડળી તરીકે નોંધવામાં આવી હતી
  4. 1909માં જંબુસર અને ભરૂચમાં નાગરિક સહકારી બેંક શરૂ થઈ હતી
  5. 1912માં કોડીનારમાં વિવિધલક્ષી સહકારી મંડળી નોંધાઈ હતી
  6. 1921માં પ્રથમ કપાસ વેચાણ સહકારી મંડળ નોંધાયું હતું
  7. 1940માં સુરતમાં 84 દૂધ મંડળીઓ હતી
  8. 1946માં આણંદ જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના થઈ
  9. 1951માં રાજકોટમાં પ્રથમ લેન્ડ મોરગેજ બેંક ની સ્થપના
  10. 1955માં બારડોલીમાં ખાંડની પ્રથમ સહકારી
  11. 1974 માં ઈફકોની સ્થાપનાના નથી
  12. 1979માં તેલીબિયાં ક્ષેત્રે ગ્રાફેડની સ્થાપના કરાઇ
  13. 1985માં રાસાયણિક ખાતર માટે ક્રિભકોની સ્થાપના
  14. દેશમાં સહકારી મંડળીઓની સંખ્યામાં ગુજરાતનો ફાળો 14.42 ટકા છે.
  15. ગુજરાત રાજ્યમાં 18 મધ્યસ્થ સહકારી બેંક
  16. 10000 જેટલી પ્રાથમિક ધિરાણ સહકારી મંડળી
  17. 223 નાગરિક સહકારી બેંક
  18. 6000 બિનકૃષિ ધિરાણ સહકારી મંડળી
  19. સહકારી ક્ષેત્રે 1,15,000 કરોડ ના સ્થાપનો
  20. સભાસદોને 69,685 કરોડના ધિરાણ નો લાભ
  21. ખેડૂતોને કૃષિ ધિરાણમાં 7 ટકા વ્યાજ સહાય
  22. રાજ્ય સરકાર દર વર્ષે 1100 કરોડ વ્યાજ સહાય ચૂકવે છે.

ખેડૂતોને હવે યુરિયાની બોરી ઉપાડવી નહિ પડે -ગુજરાત રાજ્યના અન્ય રાજ્યના ખેડૂતો પોતાના ખેતરમાં નો ઉપયોગ કરવા માટે કરે છે, ત્યારે હવે ખેડૂતોને યુવાની બોડી પડે તેવી જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જે ક્રિયા છે કે ઇકો દ્વારા એક નેનો યુરિયા લિકવિડ(Nano urea liquid) તૈયાર કરવામાં આવ્યું છે. જે મામુલી ખર્ચમાં જે આખા ખેતરમાં છાંટી શકાય છે. જેનાથી આપને અને જમીનને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં, જ્યારે જે આવે છે. તે વિદેશથી મંગાવુ પડે છે. વિદેશી હુંડિયામણનો પણ ઉપયોગ થાય છે. 3500 રૂપિયાની કિંમતની એક ગોળી આવે છે. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને ભોજપુરી 300 રૂપિયાની કિંમતે આપે છે અને ત્રણ હજાર રૂપિયાની સબસિડી ચૂકવે છે. આગામી સમયમાં દેશની ઉમિયા મણ બનશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલોલમાં નેનો યુરિયા ફર્ટિલાઇઝર પ્લાન્ટનું(Nano Urea Fertilizer Plant in Kalol) પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું.

સ્પીચ પુરી થયા બાદ ભાજપ ના આગેવાનો સાથે મુલાકત -ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાયેલા શંકાથી સિદ્ધિના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં પૂર્ણ થયા બાદ કાર્યક્રમનો સમાપન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજની નીચે ઉતરીને સામેની બાજુ જે રાજ્ય સરકારના પ્રધાનો પૂર્વ સરકારના પ્રધાનો ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યોની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો અને પણ મુલાકાત કરી હતી. જ્યારે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન પટેલ સાથે અમુક બાબતો પર ચર્ચા પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details