- મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે
- મુખ્યપ્રધાન-નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કૉલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ
- MBBS ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે
- જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
ગાંધીનગર:રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને આ કામગીરીમાં જોડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી
પ્રેક્ટિલ પરીક્ષા મોકૂફ