- આવતી હોળી પહેલા પરીક્ષા પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન
- શારીરિક કસોટી માટે 15 જેટલા કેન્દ્રો નક્કી કરાયા
- 1382 જગ્યા માટે 5.5 લાખ ફોર્મ આવ્યા
ગાંધીનગર : પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સંવર્ગ ભરતી (PSI recruitment) બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી છે. અત્યાર સુધી સાડા પાંચ લાખ જેટલી અરજીઓ આવી છે. ફિઝિકલ ટેસ્ટ માટે બંને શારીરિક કસોટી હેતુ રાજ્યના 15 જેટલા કેન્દ્રો નક્કી કર્યા છે અને એ કેન્દ્ર પરથી પ્રથમ અઠવાડિયામાં શારીરિક કસોટી (physical test for PSI) ચાલુ થશે.
1382 જગ્યા: 951 પુરુષો, 431 મહિલા ઉમેદવારો
તાજેતરમાં રાજ્ય સરકાર તરફથી પોલીસ ખાતામાં મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત થઇ છે. એ જાહેરાત અનુસંધાને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સંવર્ગ ભરતી બોર્ડ તરફથી જરૂરી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ વખતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી થવાની છે. જેમાં ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એમાં કુલ 1382 જગ્યા છે 951 પુરુષો અને 431 મહિલાઓ માટે જગ્યા છે. પી.એસ.આઇ સંવર્ગમાં આર્મ પીએસઆઇ, ઇન્ટેલિજન્સ ઓફિસર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બરના રોજ હતી.
PSI સંવર્ગ, LRD બોર્ડ શારીરિક કસોટીનું આયોજન સાથે કરશે