ગુજરાત

gujarat

ETV Bharat / city

ફાર્મસી કાઉન્સીલે ગુજરાત સહિતના રાજ્યોની કોલેજોની યાદી વેબસાઈટ પર જાહેર કરી

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા અને ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. ફાર્મસી વિદ્યાશાખાના ડિપ્લોમા અથવા ડિગ્રીના અભ્યાસક્રમમાં ગુજરાત અને રાજ્ય બહારની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા જે તે કોલેજને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા છે કે નહીં તે ચકાસી લેવું. ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ દ્વારા દરેક વાલી અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે કે માન્યતાની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ લેવો.

ફાર્મસી કાઉન્સીલે ગુજરાત સહિતના રાજ્યોની કોલેજોની યાદી વેબસાઈટ પર મૂકી
ફાર્મસી કાઉન્સીલે ગુજરાત સહિતના રાજ્યોની કોલેજોની યાદી વેબસાઈટ પર મૂકી

By

Published : Oct 17, 2020, 8:32 PM IST

  • ફાર્મસી કોલેજોની યાદી જાહેર કરાઈ
  • ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર જોઈ શકાશે યાદી
  • વિદ્યાર્થીઓએwww.pci.nic.in વેબસાઈટ પર જોવું પડશે કોલેજનું નામ
  • કોલેજની માન્યતા ચકાસીને પ્રવેશ લેવા ફાર્મસી કાઉન્સીલનો અનુરોધ

ગાંધીનગરઃ ફાર્મસી કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે સલાહ સૂચન જાહેર કર્યા છે. ગુજરાત રાજ્યમાંથી ગુજરાત તથા ગુજરાત બહાર ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા કે ડિગ્રીમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે છેતરામણી કે શોષણ ન થાય તે હેતુસર વિદ્યાર્થીઓએ કોલેજોની માન્યતા ચકાસી લેવા જણાવવામાં આવ્યું છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ મેળવવા અને તે સંબંધિત જરૂરી ચકાસણી કરી લેવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે જણાવ્યું છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાય છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા આપવામાં ન આવેલી હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનારા અથવા તો મંજૂર કરેલી બેઠકો કરતા વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનારા અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરિટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલી ન હોય તો ઉપરોક્ત સંજાગોમાં ડીપ્લોમા અથવા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર નથી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત તથા અન્ય રાજ્યની માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details