ગુજરાત

gujarat

By

Published : Jun 17, 2021, 1:38 PM IST

Updated : Jun 17, 2021, 3:05 PM IST

ETV Bharat / city

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ CBSEના પરિણામ તૈયાર કરવાની પેટર્નને અનુસરશે - શિક્ષણ પ્રધાન

કોરોના મહામારીમાં શાળાની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આજે ( ગુરુવારે) કેન્દ્ર સરકાર દ્વારા 12 CBSEના પરિણામને પેટર્ન જાહેર કરવામાં આવી છે જેને ગુજરાત રાજ્ય સરકાર પણ અનુસરશે.

xx
કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 12 CBSEના પરિણામ તૈયાર કરવાની પેટર્ન જાહેર કરવામાં આવી

  • કેન્દ્ર સરકાર દ્વારા CBSCના પરિણામની પેટર્ન જાહેર કરવામાં આવી
  • ગુજરાત શિક્ષણ બોર્ડ પણ આ જ પેટર્નને અનુસરશે
  • શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ આપ્યું નિવેદન

ગાંધીનગર : કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી. ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12 CBSEની સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12 CBSEની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. પરિણામ મુદ્દે ભુપેન્દ્રસિંહ ચુડામસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત પણ કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરશે.

CBSEની પેટર્ન જાહેર

કેન્દ્ર સરકાર દ્વારા આજે CBSEના પરિણામ માટેની પેટર્ન જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 11નુ અંતિમ પરિણામ અને ધોરણ-12ની શાળાકીય પરીક્ષાના પરિણામને આધારે ધોરણ 12 બોર્ડનું પરિણામ નક્કી કરવામાં આવશે. ધોરણ 10માં પાંચ વિષયમાંથી ત્રણ વિષયના સૌથી સારા માર્કસની ગણતરી કરવામાં આવશે જ્યારે ધોરણ 11 પાંચ વિષયના સરેરાશ માસની ગણતરી કરીને ધોરણ 12ની શાળાકીય પરીક્ષાના 40 ટકા ગુણની ગણતરી કરવામાં આવશે. આમ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવા માટે 30:30:40 રેશિયા મુજબ પરિણામ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : ETV Bharat અગ્રેસર : ધોરણ 10ના પરિણામ માટે માર્ગદર્શિકા જાહેર, 22 મે ના રોજ પ્રકાશિત કર્યો હતો અહેવાલ

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ કેન્દ્ર ની ફોર્મ્યુલા અનુસરશે

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં 2 જૂનના રોજ કેબિનેટ બેઠક મળી હતી અને આ કેબિનેટ બેઠકમાં જ ગુજરાતની ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નિવેદન આપ્યું હતું કે કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના આરોગ્યને હિતમાં ધોરણ 12 CBSEની પરીક્ષા રદ કરી છે. ગુજરાત સરકારે પણ આ બાબતે ચર્ચા કરીને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 CBSEની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વડાપ્રધાનના નિર્ણયને સમર્થન આપીને જ રાજ્યમાં ધોરણ 12 CBSEની બોર્ડની પરીક્ષાઓ રદ કરી છે જ્યારે આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવેની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઈડલાઈન અને માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે. આજે (ગુરુવારે) કેન્દ્ર સરકારે પરિણામને લઈને પેટર્ન બહાર પાડી છે. હવે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના નિવેદનના આધારે રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારની પોલીસીને ફોલો કરી શકે તેવી પુરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો :પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા


કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય

આજે (ગુરુવારે) CBSE દ્વારા ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાની પેટર્ન જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર નોટીફીકેશન અને ધોરણ 12ના પેપરની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આજે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં ગુજરાતના ધોરણ 12 CBSE બોર્ડની પરીક્ષા અને પરિણામ બાબતે નિર્ણય લેવામાં આવશે જ્યારે અંતિમ પરિણામ કઈ રીતે નક્કી કર્યું તે અંગેનો પણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે.

Last Updated : Jun 17, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details