ગાંધીનગર: રાજયમા પ્રર્વતી રહેલી Covid-19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ-બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તકેદારીનાં ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરુપે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવીની સુચના અનુસાર Covid- 9 હેઠળ રાજ્યમાં આવેલા સીટી સ્કેન સેન્ટરની રૂબરૂ તપાસ કરીને કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપીને પગલા લેવા જણાવાયું છે.
કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કાર્યરત સીટી સ્કેન સેન્ટરની કામગીરીની ચકાસણી કરાશે :ડૉ.એચ.જી.કોશિયા
રાજયમા પ્રર્વતી રહેલી Covid-19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ-બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તકેદારીનાં ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરુપે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવીની સુચના અનુસાર Covid- 9 હેઠળ રાજ્યમાં આવેલા સીટી સ્કેન સેન્ટરની રૂબરૂ તપાસ કરીને કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપીને પગલા લેવા જણાવાયું છે.
આ અંગે એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, આ રૂબરૂ મુલાકાત દરમિયાન આ સેન્ટર દ્વારા Covid-19ના દર્દીઓની તપાસ કરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સાવચેતીના ભાગરૂપે તે જગ્યાએ એક દર્દીથી બીજા દર્દી વચ્ચે કોઇ સંક્રમણની શક્યતા ઉભી ન થાય તે માટે ટેબલા સ્કાઉચને યોગ્ય સરફેસ ડિસ-ઇન્સેક્ટન્ટ દ્વારા ક્લીન થાય અથવા તો ત્યાં ડિસ્પોસેબલ શીટનો ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામા આવશે. આ અંગે તેમના દ્વારા આવા સેન્ટરોની તપાસ કરીને તે સેન્ટરોને આ બાબતથી વાકેફ કરીને ચકાસણી અંગે કરેલી કાર્યવાહી કરી છે.