- રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે
- રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં લેવાયો નિર્ણય
- શરૂઆતમાં 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરાશે
- ઓનલાઈન શિક્ષણ (Online Education) પણ ચાલુ જ રહેશે
- શાળામાં બાળકોની હાજરી મરજિયાત રહેશે
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Vijay Rupani) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે કે 2 સપ્ટેમ્બર (ગુરૂવાર)થી રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે. આ સાથે જ આ બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી અને શાળાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો-GTU દ્વારા વિવિધ 20 નવા કોર્ષ શરૂ, ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકર જમીનમાં નવા 17 બિલ્ડીંગ તૈયાર થશે
જે બાળકે આવવું હશે તે જ શાળાએ આવી શકશે
બાળકોની હાજરીની વાત કરવામાં આવે તો, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Education Minister Bhupendrasinh Chudasama) કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 6થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 50 ટકા ક્ષમતા સાથે જ વર્ગો શરૂ કરી શકાશે. જ્યારે શાળામાં આવતા અને ભણતા બાળકો માટે હાજરી ફરજિયાત રહેશે નહીં. જે બાળકોને શાળાએ આવવું હશે તે બાળકો આવી શકશે. જ્યારે ઓનલાઈન શિક્ષણ (Online Education) યથાવત્ રાખવામાં આવશે. આથી બાકીના 50 ટકા બાળકો ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ (Online Education) મેળવી શકે. આ ઉપરાંત જે બાળક શાળાએ આવવા ઈચ્છતું હોય. તેમણે વાલીઓની લેખિત મંજૂરી બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.