ગાંધીનગરઃ શહેરમાં કોવિડ-19 તકેદારી રાખવાના જરૂરી પગલાં જેવા કે માસ્ક પહેરવું, 6 ફૂટનું સામાજિક અંતર જાળવવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઉપચાર પદ્ધતિ અપનાવવી, નિયમિત યોગ, વ્યાયામ કરવા, જીવનશૈલીમાં સુધારો લાવવો અને ઘરમાં બાળક અને વડીલ વિશેષ કાળજી રાખવા જેવી બાબતના શપથ જિલ્લાની વિવિધ કચેરીના અધિકારી- કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા શપથ, કોરોના ભગાડવા આટલું કરશે - ટીડીઓ
ભારત સરકાર દ્વારા કોવિડ- 19 જન આંદોલન અભિયાન 7મી ઓકટોબરથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ જનઆંદોલનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં આજે ગુરુવારે જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ કચેરીમાં કોવિડ-19 અંતર્ગત સાવચેતી રાખવાની જરૂરી બાબતો સુચારું અમલ કરવા અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધાં શપથ : કોરોના ભગાડવા આટલું કરશે
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી સહિત અન્ય કચેરીઓમાં પણ આ શપથ અધિકારીઓ, કર્મયોગીઓએ લીધા હતા. તે ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ ખાતે વિવિધ સરકારી કચેરી ખાતે પણ શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.