ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 415 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 17,632 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી 1,114 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજાર નજીક પહોંચ્યો, 1062 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે 415 કેસ સામે આવ્યાં છે. સતત ત્રીજા દિવસે પણ આંકડો 400 પાર રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 29 દર્દીનાં મોત થયાં છે.
સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 279, સૂરત 58, વડોદરામાં 32, ગાંધીનગર 15, મહેસાણા 5, ભાવનગર, ભરૂચ, દાહોદ 4-4, ખેડા 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગર 2-2, બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે, જેને લઇને રાજ્યનો કુલ આંકડો 17,632 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 12,489 કેસ થાય છે. જ્યારે 62 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1062 લોકોના મોત થયાં છે.