રાજ્યમાં 24 કલાકમાં 520 કોરોનાના પોઝિટિવ કેસ, 1561 કુલ મોત, અમદાવાદમાં 22 મોત - વિજય રુપાણી
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 520 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 27 દર્દીનાં મોત થયાં છે.
corona
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 24,628 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 348 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.