ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર - Oath of Bhupendra Patel

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. ત્યારથી જ રાજ્યના નવા મુખ્યપ્રધાન કોણ બનશે તે બાબતે અનેક નામો ચર્ચામાં રહ્યા હતા પરંતુ કમલમ ખાતે મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મોવડી મંડળ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે સોમવારે બપોરે 2 કલાકની આસપાસ શપથ લેશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે.

Gandhinagar News
Gandhinagar News

By

Published : Sep 12, 2021, 8:36 PM IST

  • રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ સોમવારે બપોરે 2 કલાકે લેશે શપથ
  • રાજ્યપ્રધાન મંડળ 2 દિવસ બાદ શપથ લેશે
  • રાજ્યપાલને નવી સરકાર રચવાનો દાવો કર્યો

ગાંધીનગર: ભાજપ ખાતે મળેલી ધારાસભ્યોની બેઠકમાં ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે પ્રજા પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલે 6 કલાકે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે

બપોરે 2 કલાકની આસપાસ લેશે શપથ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના નવ નિયુક્ત થયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજ ભવન ખાતે મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. આ સપથ કાર્યક્રમમાં ગણતરીના નેતાઓ જ હાજર રહેશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની વાત કરવામાં આવે તો બે દિવસ બાદ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ શપથ ગ્રહણ હોય પરંતુ નવા મંત્રી મંડળનું નામ નક્કી ન થયું હોવાના કારણે બે દિવસ બાદ કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનોના શપથ ગ્રહણ બે દિવસ બાદ યોજવામાં આવશે. જ્યારે 15 જેટલા પ્રધાનો ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં રહેશે તેવી પણ વાતો સામે આવી રહી છે.

નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે

નીતિન પટેલે કોર કમિટીમાં કર્યો હતો વિરોધ ?

કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળે તે પહેલા ભાજપના કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલ સી.આર. પાટીલ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, વિજય રૂપાણી જેવા નેતાઓ કોર કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા. કોર કમિટીમાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરાતા નીતિન પટેલે પણ વિરોધ કર્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે. ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલ નારાજ હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.

નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે

આનંદીબેન પટેલની લોબી ચાલી

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના માનીતા નેતાઓની યાદીમાં આવે છે. આનંદીબેન પટેલે વર્ષ 2017 માં ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી હતી ત્યારે આનંદીબેન પટેલે જ ઘાટલોડિયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલને વિધાનસભાની ટિકિટ અપાવી હતી અને હવે મુખ્યપ્રધાન પદ અપાવવામાં પણ આનંદીબેન પટેલનો મહત્વનો ફાળો હોય તેવી ચર્ચાઓ પણ ગુજરાતના રાજકારણમાં થઈ રહી છે.

નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે

ABOUT THE AUTHOR

...view details