ગુજરાત

gujarat

By

Published : May 21, 2022, 9:59 AM IST

Updated : May 21, 2022, 10:37 AM IST

ETV Bharat / city

ઓપરેશન પછી દર્દીનું મોત, ડોક્ટરે એવું કામ કર્યું જેનાથી હોસ્પિટલ પર ઉઠ્યા અનેક સવાલ

ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં (Gandhinagar Hospital Controversy) પથરીના ઓપરેશન પછી દર્દીનું મૃત્યુ થયું હતું. જોકે, દર્દીના પરિવારજનોએ ડોક્ટરે પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પરિવારજનોએ મૃતક દર્દીના મૃતદેહને સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

ઓપરેશન પછી દર્દીનું મોત, ડોક્ટર એકાએક ગાયબ થતા ખાનગી હોસ્પિટલ પર ઉઠ્યા અનેક સવાલ
ઓપરેશન પછી દર્દીનું મોત, ડોક્ટર એકાએક ગાયબ થતા ખાનગી હોસ્પિટલ પર ઉઠ્યા અનેક સવાલ

ગાંધીનગરઃ એક ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે એક દર્દીને લાવવામાં (Gandhinagar Hospital Controversy) આવ્યો હતો. જોકે, અહીં દર્દીનું મૃત્યુ થયું હતું. તો દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ દર્દીઓએ મૃતદેહને પણ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ અંગે દર્દીના પરિવારજનોએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી નિષ્પક્ષ ન્યાય (Appeal to the Health Minister State Home Minister) અપાવવાની માગ (Patient Family demands for justice) કરી હતી.

ઓપરેશન કરનારો ડોક્ટર ગાયબ

શું હતી ઘટના -મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી ખાનગી આશકા હોસ્પિટલમાં (The negligence of Ashka Hospital) 39 વર્ષીય દર્દીનું પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 1:30 વાગે લેઝરથી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન થિએટરની અંદર જઈને નહીં, પરંતુ સામાન્ય રીતે ઓપરેશનની શરૂઆત કરી હતી. જોકે, ઓપરેશનના થોડાક કલાક પછી દર્દીનો મૃતદેહ પીળો પડી ગયો હતો. એટલે બાજુના દર્દીઓએ આ અંગે દર્દીના પરિવારજનોને જાણ કરી હતી.

આ પણ વાંચો-Misconduct at government hospital: દ્વારકા જિલ્લામાં આરોગ્ય સેવાની સ્થિતિ કથળી, ડોક્ટર્સ અને નર્સની બેદરકારી આવી સામે

ઓપરેશન કરનારો ડોક્ટર ગાયબ - જોકે, આ બાબતે પરિવાર કંઈ કરે તે પહેલા જ ઘટનાસ્થળ પર પોલીસને બોલાવવામાં આવી હતી. તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ પથરીનું ઓપરેશન કરનારા ડોક્ટર વાઘેલા પણ ફરાર થયો હોવાનો દાવો પરિવારજનોએ કર્યો હતો.

આ પણ વાંચો-વલસાડમાં બાળકોએ રમતરમતમાં ધતુરાનું શાક બનાવી ખાઈ લેતા તબિયત લથડી, સારવાર હેઠળ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કેસ ફાઇલ થશે -પરિવારજનોના કહેવા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર રીતે હોસ્પિટલ ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવશે તેવી સાંત્વના ગાંધીનગર પોલીસે આપી છે, પરંતુ હજી સુધી ડોક્ટર ક્યાં છે. તે બાબતે પોલીસ કોઈ પ્રકારની તપાસ કરતી ન હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે. તો ખરેખર હકીકત શું છે. તે વધુ તપાસના અંતે બહાર આવશે. મળતી માહિતી પ્રમાણે, આ જ રાત્રે પરિવારજનો દ્વારા હોસ્પિટલના ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જ્યાં સુધી પોલીસ કેસ નોંધાયો નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં લેવાનો નિર્ણય પણ પરિવારજનોએ કર્યો હતો.

Last Updated : May 21, 2022, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details