ગુજરાત

gujarat

ETV Bharat / city

Protest By Sweepers In Gandhinagar: કાયમી કરવાની માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં સફાઈ કર્મચારીઓએ કર્યો વિરોધ, મેયરે આપ્યું ચોંકાવનારું નિવેદન - સફાઈ કામદારો ગાંધીનગર

ગાંધીનગરમાં 10 દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાને કાયમી કરવાની માંગ સાથે હડતાળ (Protest By Sweepers In Gandhinagar) પર છે. મેયરે જણાવ્યું કે વિરોધ કરનાર એકપણ વ્યક્તિ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી નથી. તો સફાઈ કર્મચારીના પ્રમુખે આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.

Protest By Sweepers In Gandhinagar: કાયમી કરવાની માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં સફાઈ કર્મચારીઓએ કર્યો વિરોધ, મેયરે આપ્યું ચોંકાવનારું નિવેદન
Protest By Sweepers In Gandhinagar: કાયમી કરવાની માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં સફાઈ કર્મચારીઓએ કર્યો વિરોધ, મેયરે આપ્યું ચોંકાવનારું નિવેદન

By

Published : Jan 27, 2022, 3:45 PM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ (Protest By Sweepers In Gandhinagar) પર છે. આજે કોર્પોરેશન ઓફિસની બહાર અર્ધનગ્ન હાલતમાં કોર્પોરેશનનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી હતી. આ બાબતે ગાંધીનગરમ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર (Gandhinagar Municipal Corporation Mayor) હિતેશ મકવાણાએ સ્પષ્ટ કર્યું હતું કે, વિરોધ કરવાવાળા એકપણ વ્યક્તિ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ નથી.

અર્ધનગ્ન હાલતમાં કોર્પોરેશનનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી હતી.

એજન્સીએ 20 દિવસ પહેલા જ છૂટા કર્યા છે: મેયર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ કે જેવો એજન્સી સાથે સંકળાયેલા હતા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ તરીકે કાર્યરત હતા. તેઓએ હડતાલ કરતા એજન્સીઓ દ્વારા તેમને છૂટા કરવામાં આવ્યા છે અને એજન્સીએ 20 દિવસ પહેલાં જ છૂટા કરી દીધા છે. અત્યારે તેઓ એજન્સીના પણ કર્મચારી ન હોવાનું નિવેદન ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ આપ્યું હતું.

આ પણ વાંચો:પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

કર્મચારીઓને કાયમી કરવાની માંગ

સફાઈ કર્મચારીના પ્રમુખ (President of Sweepers) કિરીટ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય દિવસથી તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિરોધ કરી રહ્યા છે અને તમામ કર્મચારીઓને કાયમી કરાય તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (department of social justice and empowerment)ના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારને પણ આવેદનપત્ર અને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી.

આમરણાંત ઉપવાસની ચીમકી

કોર્પોરેશનમાં પણ રજૂઆત દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ મુદ્દાઓ સરકાર પર છોડીને કાંઈ નથી કરી રહી તેવો આક્ષેપ પણ વાઘેલાએ કર્યો હતો. આનો કોઈપણ પ્રકારનો આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી કિરીટ વાઘેલાએ આપી હતી.

આ પણ વાંચો:Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનો ઠાર યથાવત, ગાંધીનગર, રાજકોટ, કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાશે

અનેક વખત બેઠક યોજી પરંતુ કોઈ નિર્ણય નહીં: મેયર

ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ સાથે અનેક વખત બેઠકો યોજવામાં આવી હતી. આ ઉપરાંત એજન્સીના અધિકારીઓને જોડે લઈને પણ બેઠકમાં અનેક મુદ્દે (Sweepers issues Gandhinagar) ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેઓના સામાન્ય જે મુદ્દા હતા તે તમામ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હતું. તેઓ કોઈપણ પ્રકારની વાત માનવા તૈયાર નથી. દિલ્હીથી આયોગ દ્વારા પણ તેઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, તમારી માન્યતા ખોટી છે, જ્યારે રાજ્ય સરકાર આ બાબતનો નિર્ણય કરશે ત્યારે કોર્પોરેશન પણ કાયમી રાખવાની જાહેરાત કરશે તેમ છતાં પણ તેઓએ આયોગનું પણ માન્યું નહોતુ. હવે એજન્સીઓ દ્વારા આ તમામ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અને નવા કર્મચારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. હવે જો આવનારા સમયમાં કોર્પોરેશન બિલ્ડિંગ (Gandhinagar Municipal Corporation Building)ની અંદર કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details