ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકાર દ્વારા HRCT સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો - corona update

ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT, THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. 16 એપ્રિલથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવનો અમલ કરવામાં આવશે.

સરકાર દ્વારા HRCT સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો
સરકાર દ્વારા HRCT સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો

By

Published : Apr 16, 2021, 10:24 PM IST

  • કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે
  • પહેલા 4,500ની આસ-પાસનો ભાવ લેવામાં આવતો હતો
  • HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 16 એપ્રિલે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવ લે છે, જેથી આ નિર્ણય લેવાયો છે. આ પહેલા 4,500ની આસ-પાસનો ભાવ લેવામાં આવતો હતો.

સરકાર દ્વારા HRCT સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો

આ પણ વાંચોઃવડોદરામાં શહેર પ્રમુખની દરમિયાનગીરી બાદ સીટી સ્કેનના ભાવ ઘટાડાયા

3,000થી વધારે ભાવ લેતા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000થી વધારે લેતા જણાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃવડોદરાની ખાનગી હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4,500 રૂપિયા કરાયા

આ નિર્ણયથી કોરોનાના દર્દીઓને રાહત મળશે

કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો આ નિર્ણય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details