ગુજરાત

gujarat

ETV Bharat / city

બરોડા ડેરીનો વિવાદ આખરે કમલમમાં શાંત પડ્યો, પશુપાલકોને 27 કરોડ ચૂકવવાનો નિર્ણય

છેલ્લા કેટલાય સમયથી બરોડા ડેરી બાબતે વિવાદ ચરમસીમાએ ઉપર હતો. બરોડાના સાવલી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ આ મામલે અનેક રજૂઆત કરી હતી. જેને પગલે આજે બુધવારે ભાજપ પ્રદેશની કાર્યાલય કમલમ ખાતે પાટિલની અધ્યક્ષતામાં ડેરીના પદાધિકારીઓ અને કેતન ઈનામદાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. અંતે હવે બરોડાના પશુપાલકોને 27 કરોડ રૂપિયાની ચૂકવણીની જાહેરાત પણ કરી હતી.

The matter of Baroda Dairy in Kamalam calmed down
The matter of Baroda Dairy in Kamalam calmed down

By

Published : Sep 22, 2021, 6:27 PM IST

  • કમલમમાં મળી મહત્વની બેઠક
  • બરોડા ડેરી મામલે ચાલતો હતો વિવાદ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો
  • હવે પશુપાલકોને 27 કરોડનું પેમેન્ટ છૂટું થશે

ગાંધીનગર: વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પશુપાલકોના હિત માટે લડત ઉઠાવી હતી. જેનો ગાંધીનગર કમલમ ખાતે ભજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મધ્યસ્થી કરતા વિવાદ અટકાવાયો હતો. સી.આર.પાટીલે ડેરીના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમની માગંણીનો સંતોષ કારક નિર્ણય લેવામાં આવશે. આ બેઠક બાદ 27 કરોડ રૂપિયા પશુપાલકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેતન ઇનામદારે પુશપાલકોની માગને લઇને લડત કરતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મધ્યસ્થી કરતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

કમલમમાં બરોડા ડેરીનો મામલો શાંત પડ્યો

આ પણ વાંચો: બરોડા ડેરી વિવાદ : 4 ધારાસભ્યોએ મોરચો ખોલ્યો, ભાજપ મોવડીમંડળમાં દોડધામ

છેલ્લા ઘણાં સમયથી ચાલતો હતો વિવાદ

બરોડામાં પશુપાલકોની માંડવે રાજુલા કેટલા દિવસ વિવાદ ચાલતો હતો પરંતુ આ બાબતે ડેરીના પદાધિકારીઓ કોઈ જવાબ ન આપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ વચ્ચે સહભાગી થયા હતા. તેમ છતાં કોઈ પરિણામ ન આવતાં અંતે સી.આર.પાટીલ તમામ ઘટનામાં વચ્ચે આવતા બુધવારે કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં સુખદ અંત આવ્યો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે દૂધ ઉત્પાદકોને દશેરા સુધીમાં 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જે બાદ આગામી માર્ચ મહિના સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: બરોડા ડેરી સામે વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યો એકજૂટ, જો ભાવફેર નહિં અપાય તો ગુરૂવારે કરાશે હલ્લાબોલ

  • બરોડા ડેરી વિવાદમાં ગઈકાલે વધુ ભડકો ઉઠ્યો હતો. પશુપાલકોના ભાવફેરના નાણાં મુદ્દે સાવલી, વાઘોડિયા, ડભોઈ અને કરજણના ધારાસભ્યોએ સર્કિટ હાઉસ ખાતે ધરણાં કર્યા હતાં. જેને લઇને ભાજપ મોવડી મંડળમાં દોડધામ મચી હતી.
  • બરોડા ડેરીનો વિવાદમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તા. 21 સપ્ટેમ્બરના રોજ બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો હતો. ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ગુરૂવારના રોજ હલ્લાબોલ કરવાની ચેતવણી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details