ગુજરાત

gujarat

ETV Bharat / city

LRD Written Exam 2022 : 10 એપ્રિલે LRD લેખિત પરીક્ષા, 4 એપ્રિલના રોજ કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ - LRD Exam Call Letter

લોકરક્ષક દળની 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષાની (LRD Written Exam 2022) જાહેરાત કરવામાં આવી છે. લેખિત પરીક્ષાને લઈને ઉમેદવારો 4 એપ્રિલથી કોલ લેટર (LRD Exam Call Letter) ડાઉનલોડ કરી શકશે. કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે જુઓ...

LRD Written Exam 2022 : 10 એપ્રિલે LRD લેખિત પરીક્ષા, 4 એપ્રિલના રોજ કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ
LRD Written Exam 2022 : 10 એપ્રિલે LRD લેખિત પરીક્ષા, 4 એપ્રિલના રોજ કોલ લેટર ઓનલાઇન થશે ઇસ્યુ

By

Published : Apr 2, 2022, 5:48 PM IST

ગાંધીનગર :ભુપેન્દ્ર પટેલની સરકાર સત્તામાં આવી અને ગણતરીના દિવસોમાં જ ગૃહ વિભાગની ખાલી પડી રહેલ 10 હજારથી વધુ જગ્યા પર ભરતીને લઈને જાહેરાત બહાર પાડી હતી. જેમાં PSI અને લોક રક્ષક દળની (LRD Written Exam 2022) પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થઇ છે. ત્યારે આજે લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યું છે. જેમાં કુલ 2.94 લાખ જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારોમાં 81000 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાશે. જેમાં ઉમેદવારો 4 એપ્રિલથી કોલ લેટર (LRD Exam Call Letter) ડાઉનલોડ કરી શકશે.

28 ફેબ્રુઆરી સુધી વાંધા અરજી -લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, આજે બે લાખ હજાર જેટલા ઉમેદવારો લોકરક્ષક શારીરીક કસોટીમાં પાસ થયા છે. કે જ્યારે કોઇપણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો 28 ફેબ્રુઆરી સુધી તેઓ વાંધા અરજી કરવાની હતી. જ્યારે ફક્ત ગણતરીની વાંધા અરજીઓ આવી હતી. તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ભુજમાં LRD અને PSIની ભરતી માટે ઉમેદવારોની પૂરજોશ તૈયારી

10 એપ્રિલના દિવસે લેખિત પરીક્ષા -વાંધા અરજીના નિકાલ બાબતે લોકરક્ષક દળની ભરતી માટે બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની (LRD Exam Paper) તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. લોકરક્ષક દળના અધ્યક્ષ પટેલે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે વાંધા અરજીની નિકાલ બાદ 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 125 માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. 125 માંથી શારીરિક કસોટી 25 ગુણ ગણવામાં આવશે.

આ પણ વાંચો :LRD અને PSIની પરીક્ષાને લઇ ઉમેદવારો પુરજોશ તૈયારીમાં

4 મહાનગરપાલિકામાં યોજાશે લેખિત પરીક્ષા -હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લેખિત પરીક્ષા બાબતે બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને શિક્ષણ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આયોજનના ભાગરૂપે પ્રાથમિક રીતે રાજ્યના ચાર મહાનગરોમાં પરીક્ષા આયોજન (LRD Exam Planning) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, ચાર મહાનગરોમાં કેટલી શાળાઓ CCTVની સુવિધાઓ ધરાવે છે તે તમામ પ્રકારની માહિતી મંગાવવામાં આવી છે. અને CCTV સુવિધાથી ધરાવતી શાળાઓમાં જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details