- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ થશે 31 ઓગસ્ટે નિવૃત
- ગુજરાતની કામગીરી હંમેશા યાદ રહેશે -અનિલ મુકિમ
- નિવૃત્તિ બાદ અનિલ મુકિમ અમદાવાદમાં રહેશે
ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ 31 ઓગસ્ટના દિવસે નિવૃત્ત થવા જઇ રહ્યા છે, ત્યારે આજે રાજ્ય સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય અગ્રસચિવ પંકજકુમારને રાજ્યના મુખ્ય સચિવ તરીકેની જાહેરાત કરી છે, ત્યારે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો કાર્યકાળ મને હંમેશા યાદગાર રહેશે મેં મારા ગામને હંમેશા એન્જોય કર્યું છે. જ્યારે ભૂકંપની કામગીરી મારા જીવનની શ્રેષ્ઠ કામગીરી તરીકે યાદગાર રહેશે.
કોરોનામાં બધાએ ભેગા મળીને કામ કર્યું
રાજ્યના નિવૃત થઈ રહેલા મુખ્ય સચિવ અનિલ મુકીમે મીડિયા સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કામ કરવાની શ્રેષ્ઠ તક મળી છે. ગુજરાતમાં જે રીતે વિકાસના કામો થઇ રહ્યા છે. જેમાં વધુ સ્પીડથી ગુજરાતનો વિકાસ થાય તે માટેની શુભેચ્છાઓ આપી રહ્યો છે સાથે જ કોરોનાના કપરા કાળમાં આખું વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું હતું, ત્યારે સરકારી તંત્ર, ખાનગી હોસ્પિટલ તંત્ર, મીડિયાના સાહિયાર પ્રયાસથી આપણે કોરોના સામે જંગ લડ્યા છીએ અને મહદઅંશે આપણે સફળ રહ્યા છીએ.
નિવૃત્તિ જીવનનો એક ભાગ છે, કચ્છ ભૂકંપની કામગીરી હંમેશા યાદ રહેશે : અનિલ મુકિમ આ પણ વાંચો:રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી
કચ્છના ભૂકંપ મારા જીવનની શ્રેષ્ઠ કામગીરી
વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપે આખા કચ્છના ભૂક્કા બોલાવી નાખ્યા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનિલ મુકિમને કચ્છની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે આજે આ યાદગાર ક્ષણને યાદ કરતા અનિલ મુકીમે જણાવ્યું હતું કે, કચ્છ નો ભૂકંપ મારા જીવનની શ્રેષ્ઠ કામગીરી રહેશે જે મને હંમેશા યાદગાર રહેશે. માધુરી વાત કરવામાં આવે તો જે દિવસે કચ્છમાં ભૂકંપ આવે ત્યારે બીજા દિવસે anil mukim અને કચ્છને ઉભું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે અનિલ મુકીમે સતત 6 મહિના સુધી કચ્છમાં રોકાણ કર્યા બાદ કરછને ફરીથી ઉભું કરવાની મહત્વનો રોલ ભજવ્યો હતો.
આ પણ વાંચો:રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમની જગ્યાએ આવી શકે છે નવા સચિવ, જાણો કોણ છે રેસમાં...
રિટાયરમેન્ટ જીવનનો ભાગ છે
રજા મુખ્ય સચિવ અનિલ મુકીમે નિવૃત્તિ બાબતે તેઓએ નિવેદન આપ્યું હતું કે, અન્ય વૃદ્ધિએ જીવનનો એક ભાગ છે. જે તમામ લોકોના જીવનમાં આવે છે. જ્યારે ગુજરાતમાં કામ કરવાની મને ખૂબ જ સારી યુનિટી મળી છે અને ગુજરાત વિકાસની યાત્રામાં મહત્વના પ્રોજેક્ટ અને કામગીરી પણ કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં તમામ કામ એમને કર્યા છે.
નિવૃત્તિ પછી અમદાવાદમાં રહેશે અનિલ મુકિમ
31 ઓગસ્ટના દિવસે રાજ્યના મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ નિવૃત્ત થઇ રહ્યા છે અને રાજ્ય સરકારે નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરી છે ત્યારે નિવૃત્તિ બાદ અનિલ મુકિમ અમદાવાદ માં રહેવાનું નક્કી કર્યું છે જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અનિલ મુકિમ ને દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે..