- કચ્છના મુન્દ્રામાં પકડાયેલા ડ્રગ્સનો મામલો
- ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ડ્રગ્સનો મુદ્દો ગાજ્યો
- ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રશ્નોને આપ્યા જવાબ
- ATS અને પોલીસે 72 કલાકનું કર્યું હતું સ્પેશિયલ ઓપરેશન
- ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ડ્રગ્સ બાબતે ગૃહમાં કર્યા આક્ષેપ
- અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 1.30 કરોડ રૂપિયાની કિંમતના MD ડ્રગ્સ પકડાયું
ગાંધીનગરઃ કચ્છના મુન્દ્રામાં ગયા અઠવાડિયે પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે આ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. ગુજરાત ATSએ 72 કલાકના જીવના જોખમ પર આ સમગ્ર ઓપરેશન કર્યું હોવાનું નિવેદન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પ્રશ્નો કર્યા હતા, જેનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, અમદાવાદમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન અને 31 જુલાઈ 2021 સુધીમાં 1,30,70,543 કિંમતનો એમ.ડી. ડ્રગ્સ ઝડપાયા છે.
કોંગ્રેસના સભ્ય પોલીસનું મોરલ તોડી રહ્યા છે: હર્ષ સંઘવી
ગૃહ રાજ્યપ્રધાન તરીકે સક્રિય હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના સભ્ય પોલીસને મુલતવી રહ્યા છે. ગુજરાત ATSએ 72 કલાકમાં જીવના જોખમે કરોડો રૂપિયાનો ડ્રગ્સ અને હેરોઈન પકડ્યું છે. ATSએ તેમની પાસેથી 30થી વધુ માત્રામાં પણ પકડી પાડ્યું છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું હતું કે, અદાણી પોર્ટ પર 21 હજાર કરોડનું હેરોઈન પકડાયું છે. તેમાં સંડોવાયેલા તમામ ચમરબંધીઓને પકડવામાં આવે.
અમદાવાદમાં 1.30 કરોડ રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું