કોંગ્રેસ ગુંડાની સાથે કે રાજ્યની જનતા સાથે? વિધાનસભા ગૃહમાં ગુંડા એક્ટ પસાર થશે : પ્રદીપસિંહ જાડેજા
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે ગુંડા એક્ટ પસાર થવાનું છે. ત્યારે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાગૃહમાં ગુંડા એક્ટ પસાર થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોને ચુનોતી આપતા નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતની જનતા સાથે છે કે ગુંડાઓ સાથે ??
ગાંધીનગર : ગુંડા એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર થાય તે પહેલા સ્વર્ણિમ સંકુલ એક ખાતે આવેલા નર્મદા હોલમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગુંડાઓનું રાજ છે. ગઈકાલે વિધાનસભાગૃહમાં વ્યાજખોર સાયબર ક્રાઇમ ગુના કરનારાની વિરુદ્ધ પાસા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે અમુક ધારાસભ્યોએ પાસા એકટનો વિરોધ કર્યો હતો. જ્યારે આજે વિધાનસભાગૃહમાં રાજ્યની શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગુંડા એક્ટ પસાર થવા જઈ રહ્યો છે. આ અગાઉ કોંગ્રેસના સમયમાં ગુંડાઓ બેફામ બન્યા હતા. કોંગ્રેસ પક્ષમાં ગુંડાઓનું આશ્રયસ્થાન હતું ત્યારે આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની શાંતિ સલામતી માટે આજે વિધાનસભાગૃહમાં ગુંડા એક્ટ પસાર થવાનો છે. ત્યારે જાડેજાએ કોંગ્રેસને સવાલ કર્યો હતો કે, તેઓ ગુંડાઓના પક્ષમાં રહેશે કે ગુજરાતની જનતાના હિતમાં રહેશે ?