ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 524 કોરોના પોઝિટિવ કેસ, 1534 કુલ મોત, અમદાવાદમાં 17,299 કેસ

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 524 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 28 દર્દીનાં મોત થયાં છે.

કોરોના
કોરોના

By

Published : Jun 16, 2020, 9:00 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 24,628 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 418 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના આજના આંકડા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં મહારાષ્ટ્રથી બીજા નંબરે છે. જ્યારે રાજ્ય 25000 તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 332, સૂરત 71, વડોદરામાં 41, ગાંધીનગર 22, રાજકોટ 10, ભરૂચ 6, પંચમહાલ 5, અરવલ્લી, અમરેલી 4-4, મહેસાણા, પાટણ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડા 2-2, ભાવનગર, દ્વારકા, બોટાદ, મોરબી 1-1 કેસ સામે આવ્યાં છે. જ્યારે અન્ય રાજ્યમાંથી 2 કેસ સામે આવ્યાં છે. જ્યારે 64 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1534 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 17299 કેસ થયાં છે.

ABOUT THE AUTHOR

...view details