ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો - ગુજરાત હાઈકોર્ટ

ગાંધીનગર મહાત્મા મંદિર પાસે આવેલા 250 જેટલા ઝૂપડાં તોડી પાડવાના ગાંધીનગર મહાનગર પાલિકાના હુકમ સામે રીટ દાખલ કરાતા હાઈકોર્ટે 6 ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો
ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો

By

Published : Sep 19, 2020, 7:34 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે જેમાં શનિવારે સવારે 8 વાગ્યે તેમના ઝૂપડાં તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે હાઇકોર્ટે તેના પર હાલ વચગાળાનો સ્ટે આપ્યો છે.

ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો
નોંધનીય છે કે ગાંધીનગર મહાત્મા મંદિર પાછળ છેલ્લાં 30 વર્ષથી ઝૂંપડાં બાંધી લોકો ત્યાં રહી રહ્યાં છે. હાઈકોર્ટે અગાઉના નિર્દેશમાં તેમના માટે રહેવાની વૈકલ્પિક સુવિધા કરવાનો આદેશ કર્યો હતો જોકે નગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઇ સુવિધા ન કરાતાં અને ઘર તોડી પાડવાની નોટિસ જાહેર કરતાં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ગાંધીનગર ઝૂંપડાં તોડવા બાબતે હાઈકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો

ABOUT THE AUTHOR

...view details