- રાજ્યમાં લાગુ થશે સ્ક્રેપ પોલિસી, 20 વર્ષ થયેે વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણા
- કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો અભ્યાસ કરીને સરકાર કરશે વિચારણા
- ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભા મેજ પર રજૂ કરશે નવા નિયમો
- વર્ષ 2005 પહેલાંના વાહનો થશે સ્ક્રેપ ?
ગાંધીનગર: સ્ક્રેપ પોલિસીને ( Scrap Policy ) લગતી સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલાં રજિસ્ટ્રેશન થયેલા તમામ વાહનોને સ્ક્રેપ પોલિસીની અંદર સમાવી લેવામાં આવશે. કેન્દ્ર સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં પણ આઠ નિયમને મંજૂરી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
ગુજરાતમાં 2 વ્હીલર અને 4 વ્હીલરને 15 વર્ષ વર્ષની આપવામાં આવશે વયમર્યાદા
ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે આરટીઓ વિભાગ તરફથી નવા વાહનો જે રજિસ્ટ્રેશન થાય તેને 15 વર્ષ સુધીની વયમર્યાદા આપવામાં આવે છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો સમાવેશ કરવામાં આવે છે. આમ આ વાહનોને 15 વર્ષ સુધી રોડ ઉપર ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે 15 વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને તેમાં આરટીઓ વિભાગ દ્વારા ફક્ત પાંચ વર્ષની જ મંજૂરી આપવામાં આવે છે.
નવી પોલિસીમાં પ્રદૂષણમાં થશે રાહત
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની ( Scrap Policy ) જો વાત કરવામાં આવે તો જૂના વાહનોમાં વધુ ધુમાડો છોડવાના કારણે પ્રદૂષણમાં વધુ માત્રામાં વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થાય છે. જ્યારે નવા વાહનની તુલનામાં જૂના વાહનો વધુ પ્રમાણમાં પ્રદૂષણ છોડે છે, ત્યારે આ નવી પોલિસીના કારણે 15 વર્ષ કે 20 વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે.
રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો
વર્ષ 2000-2001
ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994
કુલ વાહનો 55,76,040
વર્ષ 2001-2002
ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856
કુલ વાહનો 60,07,969
વર્ષ 2002-2003
ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086
કુલ વાહનો 65,08,370
વર્ષ 2003-2004
ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597
કુલ વાહનો 70,87,640
વર્ષ 2004-2005
ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123
કુલ વાહનો 78,17,272
ટેક્સી પાસિંગમાં થશે સુધારાવધારા
વર્તમાન સમયમાં ગુજરાતમાં ટેક્સી પાર્સિંગમાં પ્રથમ વખત થાય ત્યારે આરટીઓ તરફથી ફક્ત બે વરસની જ ટેક્સી પાર્સિંગની પરમિટ આપવામાં આવે છે. ત્યારબાદ દર વર્ષે ટેક્સી પાર્સિંગ રીન્યુ કરાવવાની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે કેન્દ્ર સરકારની નવી પોલીસી ( Scrap Policy ) પ્રમાણે ટેક્સી પાર્સિંગના કાયદામાં પણ સુધારો વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચોઃનવી સ્ક્રેપ પોલિસીનો ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો