- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર GPSC પરીક્ષામાં
- GPSC પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
- ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષા માર્ચમાં યોજાશે
ગાંધીનગરઃસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને GPSCદ્વારા ફેબ્રુઆરી માસમાં યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરબદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GPSCના ચેરમેન દિનેશ શાહ ટ્વીટ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવનારી પરીક્ષા એક મહિના બાદ પછી માર્ચ મહિનામાં લેવામાં આવશે.
GPSCની પરીક્ષાને લાગ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગ્રહણ, તારીખમાં ફેરબદલી વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષાઓ પાછી ઠેલાઈ
ફેબ્રુઆરી માસમાં 14,16 અને 18 તારીખના રોજ વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષાઓ GPSCદ્વારા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે આ તમામ પરીક્ષાઓ હવે માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિનેશ દાસાએ ટ્વિટ કરીને માર્ચ મહિનામાં 9, 12 અને 14 માર્ચના રોજ પરીક્ષા યોજાશે તેવી પણ જાહેરાત કરી છે. જ્યારે 14 માર્ચના રોજ લેવામાં આવનારી પરીક્ષા 11 એપ્રિલના રોજ લેવામાં આવશે.
GPSCની પરીક્ષાને લાગ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગ્રહણ, તારીખમાં ફેરબદલી ઉમેદવારોએ નિર્ણયને આવકાર્યો
GPSCના ચેરમેનને દિનેશ દાસાએ ટ્વિટ કરીને પરીક્ષા ફેબ્રુઆરીની જગ્યાએ માર્ચ મહિનામાં લેવાનો નિર્ણય જાહેર કર્યો છે, ત્યારે ઉમેદવારો દ્વારા પણ લેવાયેલા નિર્ણયને આવકાર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાવેશ પ્રજાપતિ નામના ટ્વિટર હેન્ડલ પરથી આપનો ખૂબ-ખૂબ આભાર સાથે અભિનંદન આપે અમારી વાત સાંભળી યોગ્ય ન્યાય એક નિર્ણય લીધો હોવાની વાત પણ ટ્વિટમાં કરવામાં આવી હતી. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને GPSCદ્વારા ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવશે જ્યારે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.