ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર જલ્દી જ નિર્ણય લેશે : રાઘવજી પટેલ - New ministers

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. નવી સરકારના પ્રધાનો પણ નિયુક્ત થઈ ગયા છે અને વિભાગો પણ વેંચી દેવામાં આવ્યા છે. આ તમામ પ્રધાનો સોમવારે પોતાનો ચાર્જ સંભાળવાના હતા પણ સોમવારથી કમુર્તા ચાલુ થતા હોવાને કારણે આજે (શનિવાર) પોતાના ચાર્જ સંભાળશે.

વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર જલ્દી જ નિર્ણય લેશે : રાઘવજી પટેલે
વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર જલ્દી જ નિર્ણય લેશે : રાઘવજી પટેલે

By

Published : Sep 18, 2021, 12:03 PM IST

Updated : Sep 18, 2021, 2:11 PM IST

  • કેબિનેટ કૃષિ પ્રધાને ઓફિસનો ચાર્જ સાંભળ્યો
  • સોમવારે કમુરતા શરૂ થતાં હોવાથી આજે જ ચાર્જ સાંભળવામાં આવ્યો
  • ખેડૂત, ખેતર અને ગામડામાંથી જ રાજકીય કાર્ય શરૂ કર્યું છે

ગાંધીનગર : ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ નવી સરકાર એટલે કે ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોએ શપથ લઈ લીધા છે, પરંતુ હજી સુધી ઓફિસ નો ચાર્જ સંભાળ્યો ન હતો. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો સોમવારે ઓફિસનો ચાર્જ સંભાળવા ના હતા પણ સોમવારે કમુરતા શરૂ થતાં હોવાના કારણે શનિવારે જ રાઘવજી પટેલે ચાર્જ લઈ લીધો છે.

ખેતર, ખેડૂત અને ગમડાથી જ રાજકીય કાર્ય શરૂ કર્યું

રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે," મેં રાજકીય સફર ખેડૂત તરીકે ગામડામાંથી કરી છે, ખેડૂતોના તમામ પ્રશ્નો અને તેમને પડતી તમામ મુશ્કેલીઓ બાબતે હું જાણુ છું અને મને તમામ પ્રશ્નો ખેડૂતોના ધ્યાનમાં જ છે આવનારા સમયમાં ખેડૂતોના તમામ પ્રશ્નોનો ઉકેલ આવે તે રીતે કાર્ય કરવામાં આવશે".

વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર જલ્દી જ નિર્ણય લેશે : રાઘવજી પટેલે

આ પણ વાંચો : વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી

સહાય માટે થશે જાહેરાત ?

ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે તમામ પાક ધોવાઈ ગયા છે. આ બાબતે કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "જે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે અને જે વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો છે તે બાબતે ખાસ ચર્ચા કરીને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં મહત્વની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો માટે અન્ય સહાયની અને યોજનાઓની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે સચિવો સાથે યોજશે સમીક્ષા બેઠક

તમામ પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવશે

ખેડૂતોના પ્રશ્નો બાબતે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, "હું ખેડૂતો વચ્ચે જ મોટો થયો છું અને તમામ પ્રશ્નો ખેડૂતોના કયા કયા છે તેનાથી હું સારી રીતે વાકેફ છું અને આવનારા સમયમાં રાજ્યોનો ખેડૂતો ખુશ રહે તથા તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તે બાબતને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે આમ રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન એ આવનારી યોજનાઓ અને આવનારા આયોજન બાબતે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી..

Last Updated : Sep 18, 2021, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details