ગાંધીનગર: રાજ્યમાં આર્મીના જવાનોના વિરોધ બાદ હવે અર્ધ લશ્કરીના જવાનો દ્વારા પણ રાજ્ય સરકારની વિરુદ્ધ રણશિંગુ ફુક્યું છે, ત્યારે આજે રાજ્યના લશ્કરી જવાનો દ્વારા રાજ્યમાં આવનારા દિવસોમાં છ ઝોનમાં ઢોલ-નગારા સાથેની રાજ્ય સરકારની વિરુદ્ધ રેલી યોજવાનું ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં રાજ્યના તમામ એક્સ પેરામિલિટ્રીના નિવૃત જવાનોએ(Retiring paramilitary) ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લશ્કરી જવાનો દ્વારા રાજ્યમાં આવનારા દિવસોમાં છ ઝોનમાં ઢોલ-નગારા સાથે ની રાજ્ય સરકારની વિરુદ્ધ રેલી યોજવાનું ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ પણ વાંચો:હૈદરાબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 17 પ્રશ્નો સાથે સ્વાગત, TRS પાર્ટીના પડતર પ્રશ્નો
પડતર માંગો -ફેડરેશન ઓફ એક્સ પેરા મિલિટરી એસોસિએશનના(Federation of Ex Paramilitary Associations) ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી મારી માંગો સંતોષાઈ નથી. ગુજરાત સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન પટેલને પણ પાંચ વખત આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ નિર્ણય આવ્યો નથી. જેથી આવનારા દિવસોમાં રાજ્યના છ ઝોનમાં અલગ અલગ રીતે રેલી યોજીને રાજ્ય સરકારને ધ્યાનમાં આવે તેવો કાર્યક્રમ કરવામાં આવશે. વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર અમારી માંગ સ્વીકારે તેવી પણ માંગ દીપેશ પટેલે કરી હતી.
ક્યાં છે પડતર પ્રશ્નો
- રાજ્યમાં એક્સ મેનનો દરજ્જો મળે
- શહીદીનો દરજ્જો મળે
- અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ(Paramilitary Welfare Board) જિલ્લા લેવલ પર શરૂ કરવામાં આવે
- કેન્ટીનની સુવિધા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જવાન ભાઈઓને મળી રહે તે માટે અર્ધ લશ્કરી રિઝર્વ ફોર્સને જમીનની ફાળવણી કરવામાં આવે
- બાળકોના શિક્ષણમાં આરક્ષણ
- અમારા સંગઠનના મારા તરફથી અર્થ લશ્કરના નિવૃત્ત ભાઈઓ સિક્યુરિટીની નોકરી મળે
- સહિત પરિવારને સરકાર એક લાખ રૂપિયા આપે છે તેમાં વધારો કરવામાં આવે અને સન્માનજનક રકમ મળે અને સહિત પરિવારના સદસ્યોને યોગ્યતાના આધારે લાયકાત મુજબ નોકરી આપવામાં આવે
- વીજ બિલમાં 200 unit માફી આપવામાં આવે
- ગુજરાતમાં પોતાના મકાનનો વેરો માફ કરવામાં આવે
- અન્ય રાજ્યમાંથી જે હથિયાર લાયસન્સ બનાવેલા હોય તેને રાજ્યમાં ટેકનો વાત કરવાની મંજૂરી આપવામાં આવે
- સરકારની બસ સેવામાં રાહત આપવામાં આવે
- ગુજરાતના નવયુવાનોને તાલીમ આપવા માટે ગુજરાત અર્ધ લશ્કરી સંગઠન(Gujarat paramilitary organization) જમીનને જિલ્લા મુજબ ફાળવવામાં આવે
- જમીન તેમજ રહેણાંક માટે પ્લોટ નિવૃત્ત જવાન અને સહિત પરિવારને ફાળવવામાં આવે
- જે અર્ધલશ્કરી દળનો જવાન ખેડૂત નથી તે ગુજરાતમાં નિવૃત્તિ પછી જમીન ખરીદી શકે તેવા અધિકાર મળે છે તે નિવૃત્તિ પછી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકે
આ પણ વાંચો:શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત રજૂઆતના પડતર પ્રશ્નનો આવ્યો ઉકેલ
અમારી જોડે અન્યાય - દિપેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમારી જોડે અન્યાય કરી રહી છે લશ્કરના નિવૃત્ત જવાનોને અનેક પ્રકારની ફેસેલીટી પ્રાપ્ત થઇ રહી છે પરંતુ અમને કોઈ પ્રકારની સુવિધા રાજ્ય સરકારથી પ્રાપ્ત થતી નથી જેથી આ તમામ રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે સ્વીકારે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અર્ધ લશ્કરના નિવૃત કર્મચારીઓએ આપ્યું છે..