ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન દરમિયાન તમામ ઉદ્યોગો અને રોજગાર થંભી ગયા હતા. ત્યારે રાજ્યના માલવાહક વાહનોને આર્થિક રીતે નુકસાન થયું હોવાનું સીએમ વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં માલવાહક વાહનો-ગુડ્ઝ કેરેજને મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી એપ્રિલ અને મે એમ 2 મહિના માટે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના માલવાહક વાહનોનો એપ્રિલ-મે મહિનાનો મોટર વાહન કર માફ કરાયો - મોટર વાહન કર સરકારે માફ કર્યો
રાજ્યમાં લોકડાઉન દરમિયાન તમામ ઉદ્યોગો અને રોજગાર થંભી ગયા હતા. ત્યારે રાજ્યના માલવાહક વાહનોને આર્થિક રીતે નુકસાન થયું હોવાનું સીએમ વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં માલવાહક વાહનો-ગુડ્ઝ કેરેજને મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી એપ્રિલ અને મે એમ 2 મહિના માટે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
સીએમ રૂપાણી સમક્ષ રાજ્યના ગુડ્ઝ કેરેજ-ટ્રાન્સપોર્ટ ઓનર્સ દ્વારા લૉકડાઉનની સ્થિતિમાં વાહન યાતાયાત પરના નિયંત્રણના કારણે તેમને આવો મોટર વ્હિક્લસ ટેક્સ ભરવામાંથી રાહત આપવાની રજૂઆત મળી હતી, આ રજૂઆતના પગલે આવા ગુડ્ઝ કેરેજ માટે 2 મહિનાનો મોટર વ્હીકલ ટેક્સ રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે રાજ્યના 2 લાખ 80 હજાર માલવાહક વાહનધારકો-ગુડઝ કેરેજ ઓનર્સને એપ્રિલ અને મે 2 મહિનાનો મોટર વ્હીકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળતા કુલ અંદાજે 100 કરોડ રૂપિયાની રાહત થશે. સીએમ રૂપાણીએ ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખાનગી લકઝરી બસ-કોન્ટ્રેકટ કેરેજ બસ તથા જીપ, ટેક્સી-મેક્સી કેબને લૉકડાઉનની સ્થિતિમાં રાહત આપતા 6 મહિના માટે એટલે કે 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધીના સમય માટે રોડ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ માફી આપેલી છે. તેનો લાભ અંદાજે 63 હજાર જેટલાં આવા વાહનધારકોને મળવાનો છે. ત્યારે હવે 2.80 લાખ માલવાહક વાહનધારકોને પણ 2 મહિના માટે મોટર વ્હીકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી છે.