સરકાર રાજ્યના યુવા ઉમેદવારના ભાવિ સાથે ચેડાં કરી રહી છે : કોંગ્રેસ
કોરોનાની મહામારીના કારણે રાજયસરકારે હાલ સરકારી ભરતી પર રોક લગાવી છે. ત્યારે રાજ્યમાં બેરોજગાર યુવા વર્ગ દ્રારા શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્રારા આંદોલન ચલવામાં આવી રહ્યું છે, શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના કેટલાક આગેવાનો આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને મળીને રજૂઆત કરીને તેમનું સમર્થન માગ્યું હતું. જો કે કોગ્રેસ બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે સરકારનું ધ્યાન દોરશે અને યુવાનો જ્યારે આંદોલન શરૂ કરશે ત્યારે કોંગ્રેસ પક્ષ તેમની પડખે રહેશે તેવી બાંહેધરી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આપી હતી.
ગાંધીનગરઃ રાજય સરકાર દ્રારા કોરોનાનું બહાનું આગળ ધરીને રાજ્યમાં હાલ સરકારી ભરતી પર રોક લગાવી દીધી છે. જેના કારણે રાજ્યના લાખો યુવક બેરોજગાર બનીને સરકારી ભરતીને વાટ જોઈને બેસી રહ્યાં છે, ત્યારે સરકાર ભરતી પ્રક્રિયા શરૂ કરે તે માટે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્રારા વિવિધ કાર્યકમો યોજીને આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે આજે સવારે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના કેટલાક આગેવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં જ્યાં કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોને ધ્યાનથી સાંભળીને તેમને રોજગારી મળે તે માટે ગુજરાત સરકારનું ઘ્યાન દોરવાની વાત કરી હતી. સાથોસાથ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ આવીને ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર 22 વર્ષથી સત્તા પર છે. જેમાં સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે. ચૂંટણી વખતે યુવાનોના મત હાંસલ કરવા માટે રોજગારી આપવાના ઠાલાં વચન આપે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રોજગારી આપી શકતી નથી.