ગાંધીનગરઃ રાજ્ય સરકારના કોસ્ટલ વિસ્તારમાં વિકાસકાર્યો (Development work in Coastal Areas) કરવામાં કોઈ રસ નથી લાગતો તેવું લાગી રહ્યું છે. રાજ્યના 1,600 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારમાં વિધાનસભાની કુલ 19 જેટલી બેઠક છે. જોકે, આ તમામ બેઠકો મહત્વની છે. ત્યારે છેલ્લા વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી બાદ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
390 જેટલા કામ થયા રદ - કામગીરીની સમીક્ષા કરીએ તો, મળતી માહિતી મુજબ, રાજ્યના કોસ્ટલ વિસ્તારના 19 જેટલી વિધાનસભા વિસ્તાર બેઠકોમાં 390 જેટલા કામો રાજ્ય સરકારે રદ (Coastal area developers canceled) કર્યા છે. જ્યારે હજી સુધી 572 જેટલા કામો મંજૂર (Government approval to coastal area developers) થયા તેમ છતાં પણ શરૂ કરવામાં આવ્યા નથી. જ્યારે આ તમામ યોજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમલીકરણ કરવામાં આવે છે.
સરકારે 4,958 યોજનાને આપી હતી મંજૂરી -ADR ખાનગી સંસ્થા (ADR Private Organization Survey) દ્વારા કરાયેલા સરવે પ્રમાણે, વર્ષ 2017થી 2022 સુધીમાં રાજ્યના કોસ્ટલ વિસ્તારની 19 જેટલી વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે કુલ 4,958 યોજનાને મંજૂરી (Government approval to coastal area developers) આપી હતી. તેમાં વર્ષ 2017માં 1,312 યોજના, વર્ષ 2018-19માં 1,518, વર્ષ 2019-20માં 1,366 અને વર્ષ 2021-22માં 762 જેટલી યોજનાને મંજૂર (Government approval to coastal area developers) કરવામાં આવી હતી.
કોરોનાના કારણે યોજનાઓ નહતી થઈ અમલી - જ્યારે વર્ષ 2020-21માં કોરોનાના કારણે યોજનાઓ અમલી નહીં હોવાથી વિગતો પ્રાપ્ત થઈ ન હતી. આ તમામ યોજનાઓમાં સરકારે 19 વિધાનસભા વિસ્તારમાં 390 કામો સરકારે રદ (Coastal area developers canceled) કર્યા હતા. જ્યારે 572 કામો હજી શરૂ પણ નથી થયા.