ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે 20 જિલ્લાના ખેડૂતોને રૂપિયા 416.37 કરોડની આર્થિક સહાય ચૂકવી - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતર પાણીથી ભરાઈ ગયા હોવાથી ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું હતું. ત્યારે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આજે 23 ઓક્ટોબર સુધીમાં રાજ્ય સરકારે ખેડૂતોને રૂપિયા 416.37 કરોડની ચૂકવણી કરી છે.

farmer
farmer

By

Published : Oct 23, 2020, 6:30 PM IST

  • આર્થિક સહાય પેકેજમાં ખેડૂતોને આર્થિક સહાય આપવાનું શરૂ
  • કુલ રૂપિયા 416.37 કરોડની આર્થિક સહાય ચૂકવણી કરાઈ
  • 20 જિલ્લાના ખેડૂતોને આપવામાં આવી આર્થિક સહાય
  • 13 જિલ્લા બાબતે રાજ્ય સરકાર ચૂંટણી બાદ કરશે નિર્ણય


ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી, જેમાં 27 લાખ જેટલા ખેડૂતોને સહાયનો લાભ મળશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સહાય પૈકી 33 ટકા કે તેથી વધુ ભાગ નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેકટર માટે હેકટરદીઠ રૂપિયા 10 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જ્યારે ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂપિયા 5 હજારની સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આમ, 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેકટર વિસ્તાર અને સહાય પાત્ર ગણવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી.

  • ખેડૂતોએ કરી હતી ઓનલાઇન અરજી

વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત બાદ સહાય માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આ તમામ ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત કરી હતી, જેમાં 20 જિલ્લામાં કુલ 16, 16, 866 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી.

  • 4,87,783 ટ્રાન્ઝેક્શન થયા

20 જિલ્લામાં કુલ 16,16,866 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં અત્યાર સુધીમાં ફક્ત 4,87,783 ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 416.37 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

  • કયા જિલ્લામાં કેટલી આર્થિક સહાય ચૂકવાઈ
જિલ્લા આર્થિક સહાય રકમ ( કરોડમાં)
કચ્છ 94,19,01,035
અમરેલી 51,60,05,526
ભાવનગર 39,66,22,409
દેવભૂમિ દ્વારકા 38,72,65,891
જામનગર 26,96,61,995
મોરબી 23,70,87,934
સુરેન્દ્રનગર- 22,67,15,651
રાજકોટ 20,82,04,793
પાટણ 19,22,61,723
અમદાવાદ 17,65,86,053
જૂનાગઢ 13,84,75,881
ભરૂચ 12,18,04,676
ગીરસોમનાથ 7,78,88,163
સુરત 7,67,07,542
મહેસાણા 6,09,30,791
પોરબંદર 4,91,71,726
બોટાદ 4,55,20,942
આણંદ 3,26,39,602
નર્મદા 54,81,928
નવસારી 28,55,728
ખેડૂતોને ચૂકવેલી કુલ રકમ 416,37,89,989
  • સૌથી વધુ કચ્છ જિલ્લામાં સહાય ચૂકવાઈ

કચ્છ જિલ્લામાં સૌથી વધુ અરજીઓ રાજ્ય સરકારને મળી છે, જેમાં કચ્છમાં 1,33,764 અરજી ખેડૂતોએ રાજ્ય સરકારમાં આર્થિક સહાય માટે કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 1,03, 370 અરજીમાં કુલ રૂપિયા 94,19,01,035ની સહાય ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાં 439 જ આવી છે, જેમાં રૂપિયા 25.55 લાખની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details