ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં - લૉકડાઉન

રાજ્યમાં લોકડાઉન દરમિયાન લોકડાઉનના કડક અમલ માટે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અનેક ગુનાઓની નોંધણી કરવામાં આવી છે. સાથે જ એપેડેમીક એક્ટના ઉલ્લંઘન માટેની પણ અનેક પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર આ તમામ પોલીસ કે પાછા ખેચે તેવી વાતો વહેતી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકારે આવા કોઈ પણ કેસ પાછા ખેંચવાની વિચારણા હાથ ધરી નથી.

લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં
લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં

By

Published : Jun 16, 2020, 4:49 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસને પાછા ખેંચવાની અનેક વાતો અને ચર્ચાઓ થઇ હતી, પરંતુ આ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ અને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની કોઈ જ પ્રકારની ગણતરી તૈયારી કે આયોજન કર્યું નથી. આ સાથે જ સરકારે કોઈ પ્રકારની વિચારણા પણ નથી કરી.

લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન રાજ્યમાં એક લાખથી વધુ ગુનાઓ રાજ્ય પોલીસ દ્વારા નોંધવામાં આવ્યાં છે, ત્યારે આ એક પણ ગુનાઓ રાજ્ય સરકાર દ્વારા માફ કરવાની વિચારણા નથી કરવામાં આવી.
લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં

ABOUT THE AUTHOR

...view details