ગુજરાત

gujarat

By

Published : Sep 26, 2021, 5:46 PM IST

ETV Bharat / city

ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર 2ના મહામંત્રી સહિત 200 કાર્યકરો ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર 2ના મહામંત્રી સહિત 200 જેટલા કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. પેથાપુર વોર્ડમાં ભાજપ તરફી વધુ નારાજગી જોવા મળી છે. ચૂંટણી પહેલા પક્ષ પલટો કરવાનો સિલસિલો પેથાપુરમાં ચાલુ રહ્યો છે.

કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ
કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ

  • કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ
  • ચૂંટણીને આડે એક અઠવાડિયાનો સમય રહ્યો છે
  • ભાજપ દ્વારા થતી અવગણનાથી નારાજ થયા

ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણીની આડે એક અઠવાડિયા જેટલો સમય રહ્યો છે, ત્યારે પેથાપુર વોર્ડમાં ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. આ પહેલા ભાજપમાં સક્રિય રહેલા પેથાપુરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ વાઘેલાએ ભાજપમાંથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એક બાજુ પ્રધાન મંડળને ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ચૂંટણી જંગમાં પેથાપુર વોર્ડ માટે આ પ્રકારનો પક્ષ પલટાથી ભાજપ તરફી સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે.

ભાજપના હોદ્દેદારો સહિત આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

આજે ગાંધીનગર કોર્પોરેશન વોર્ડ નંબર 2 માં પેથાપુર ખાતેથી ભાજપના હોદ્દેદારો સહિત 200થી વધુ કાર્યકરો ગુજરાત પ્રદેશ પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને ઉમેદવારોની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં વોર્ડના મહામંત્રી મહેશજી રમણજી ઠાકોર, કારોબારી સદસ્ય યુવા મોરચા સાહિલ ઠાકોર, ભરતજી ઠાકોર, અનિલ અમરતજી ઠાકોર, રોહિત કેસાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સહિત અને 200થી પણ વધુ કોંગ્રેસમાં જોડાયા હતા.

કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ

કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું

આગામી 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, ત્યારે એ પહેલાં જ નવનિયુક્ત પ્રધાનોને પણ ભાજપ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને દરેક વોર્ડમાં પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તે છતાં પણ ભાજપમાંથી છેડો ફાડી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પેથાપુરમાંથી કાર્યકરો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જોડાયા છે.

આ પણ વાંચો-પાટણ જિલ્લા કોંગ્રેસમાં 'ના' રાજીનામા, વિવિધ મોરચાના પ્રમુખોએ છેડો ફાડ્યો

આ પણ વાંચો-ઉત્તરાખંડ કોંગ્રેસને લાગ્યો ઝટકો, પુરોલાના ધારાસભ્ય રાજકુમારની 'ઘરવાપસી'

ABOUT THE AUTHOR

...view details