ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં - The Gandhinagar Forest Department will provide 85 varieties of 17 lakh 20 thousand saplings in the district

ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ જિલ્લામાં અપાશે. સેક્ટર 30, સેક્ટર 17, આદિવાડા, પાલજ સહિતની નર્સરીમાંથી લોકોને રોપાઓ અપાશે. ગાંધીનગર શહેરમાં 11 લાખ રોપાઓ અપાશે. જેમાં આયુર્વેદને લગતા રોપાઓ વધારે હશે. જિલ્લાની માણસા, દહેગામ અને કલોલની નર્સરીમાં પણ રોપાઓ આપવામાં આવશે.

ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં
ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં

By

Published : Jun 10, 2021, 9:05 AM IST

  • ગાંધીનગર શહેરમાં 11 લાખ રોપાઓ અપાશે
  • માણસા, દહેગામ અને કલોલની નર્સરીમાં પણ અપાશે રોપાઓ
  • આયુર્વેદને લગતા રોપાઓ વધારે અપાશે

ગાંધીનગર: આ વર્ષે 17.20 લાખ રોપાઓનું વિતરણ કરાશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉકેલ છે. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે લોકોને વૃક્ષો ઉછેરવાનું મહત્વ સારી રીતે સમજાયું છે, ત્યારે આ વર્ષે વૃક્ષારોપણને સારો પ્રતિસાદ મળ્યો છે.

ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં

આ પણ વાંચોઃવન વિકાસ નિગમ દ્વારા નવતાડ નર્સરી ખાતેથી વિનામૂલ્યે ઔષધિય રોપાનું વિતરણ કરાશે

ગાંધીનગર વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરાશે

આ વર્ષે ગાંધીનગર જિલ્લાને હરીયાળુ બનાવવા માટે ગાંધીનગર વન વિભાગ દ્વારા 17 લાખ 20 હજાર રોપાઓનું લોકોમાં વિતરણ કરવામાં આવશે.

ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં

રોપાઓ મફત આપવામાં આવશે

લોકો પોતાના ઘર કે દુકાન તેમજ ખેતરની આસપાસની ખુલ્લી જગ્યામાં વાવેતર કરીને ઉછેર કરી શકે એ માટે રોપાઓ મફત આપવામાં આવશે. વન વિભાગ દ્વારા ખુલ્લી જગ્યાઓમાં તેમજ રોડની બન્ને સાઇડમાં વૃક્ષોરોપણની કામગીરી કરવામાં આવે છે.

વનવિભાગની જુદી-જુદી નર્સરી અને કેન્દ્રો પરથી રોપાઓ મળશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો ગ્રીનસીટીનો દરજજો જળવાઈ રહે અને રહેણાંક વિસ્તારો, ફાર્મ હાઉસ અને ખેતરો સહિતની જગ્યાઓમાં મોટાપ્રમાણમાં વૃક્ષોના ઉછેર માટે વનવિભાગે જુદી-જુદી નર્સરી અને કેન્દ્રો પરથી રોપાઓનું મફત વિતરણ કરવાનું શરુ કર્યું છે.

નર્સરીમાંથી નાગરીકો રોપાઓ વિનામુલ્યે મેળવી શકશે

આ અંગે વનવિભાગના અધિકારી એસ.એમ.ડામોરે માહિતી આપતા કહ્યું હતું કે, દરેક તાલુકા કક્ષાએ તેમજ મનપા વિસ્તારમાં આવેલી ફોરેસ્ટ ઓફિસ કે સરકારી નર્સરીમાંથી કોઈપણ નાગરીકો આ રોપાઓ વિનામુલ્યે મેળવી શકશે. 17 લાખમાંથી 3 લાખથી વધુ રોપાઓ ફ્રી અપાશે.

આ પણ વાંચોઃલિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ કરાયું

રોપાની વાવણીની સાથે ઉછેર થાય તેની તકેદારી રાખવી

જો કે, કેટલાક ઉંચી જાતના રોપાઓ પણ નોમીનલ કિંમતમાં આપવામાં આવશે. રોપાની વાવણીની સાથે-સાથે ઉછેર થાય તેની તકેદારી રાખવાની વન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details