- પ્રધાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ
- નવા પ્રધાન મંડળમાં સામેલ પ્રધાનો દ્વારા ચાર્જ સંભાળતા બેઠકો શરૂ
- વ્યવસ્થાપન જળવાય અને આ વિભાગ ગતિશીલ બને તેને લઈને બેઠકમાં ચર્ચા
ગાંધીનગર: નવા પ્રધાન મંડળમાં સામેલ પ્રધાનો દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આજે મંગળવારે અન્ન અને નાગરિક પુરવઠાની રિવ્યૂ બેઠક મળી હતી. નવા પ્રધાનની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં આ બાબતને લઈને કયા પ્રકારની બાબતો પર ધ્યાન આપવું વગેરે મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
નવા પ્રધાનની ઉપસ્થિતિમાં પહેલીવાર અન્ન અને નાગરિક પુરવઠાની રિવ્યૂ બેઠક મળી આ વિભાગ નાનામાં નાના માણસને સ્પર્શે છે
પ્રધાન નરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, આદિજાતિ વિભાગની ગઈકાલે સોમવારે બેઠક યોજી હતી. જ્યારબાદ આજે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક કરી છે. અમારો આ વિભાગ નાનામાં નાના માણસને સ્પર્શે છે. આવનાર દિવસોમાં પારદર્શિતા સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે અન્ય જિલ્લામાં જે પાક આવતો હોય તે પ્રમાણે કામ કરીએ છીએ. આ કામને આગળ વધારીશું. અનાજની ચોરીના બનાવો હવે બહુ ઓછા થઈ ગયા છે. તેની અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે. કોરોનામાં અનાજનું લોકોમાં સારી રીતે વેચાણ કરી રહ્યા છીએ.
કોઈપણ દુકાન દારની અનાજ ઓછું આપવાની ફરિયાદ હશે તો ચલાવીશું નહીં
અંત્યોદય વ્યક્તિને ખૂબ સારી રીતે અનાજ મળી રહે તેવા પ્રયત્નો કરીશુ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ બાકીના રહી જાય તે પહેલાં જોઈશું. વિભાગમાં ભરતી માટેની માહિતી વિભાગ પાસેથી મેળવી છે. જ્યાં જરૂર હશે ત્યાં ભરતી જરૂરથી કરવામાં આવશે. કોઈપણ દુકાનદારની અનાજ ઓછું આપવાની ફરિયાદ હશે તો ચલાવીશું નહીં તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ દુકાનદારની અનાજ ઓછું આપવાની ફરિયાદ હશે તો ચલાવીશું નહીં.